________________ કલ્યાણમંદિર સ્તોત્ર જે અશુભ તત્વ છે તેને નાશ કરવામાં પ્રભુનાં ચરણ જેવું સમર્થ બીજું કઈ નથી, એ આચાર્યજીનો અભિપ્રાય છે. પ્રભુનાં ચરણને સેવ્યા પછી મેટા અશુભ કર્મોને આશ્રવ થતું નથી, એટલું જ નહિ પણ પૂર્વને બંધાયેલા અશુભ કર્મો પણ પ્રભુચરણના મહિમાથી નાશ પામે છે. પ્રભુનો મહિમા જ એ છે કે તેની આસપાસ અશુભ ડેકાઈ શકતું નથી, તે પછી પ્રભુનાં શરણમાં રહેનારને અશુભ પીડા તે ક્યાંથી જ આપી શકે છે જેમ જેમ પ્રભુચરણનું સેવન થતું જાય છે તેમ તેમ પ્રભુના ગુણ ભક્તમાં આવવા લાગે છે, અર્થાત્ ભક્તમાં ગુણો ખીલતા જાય છે, અને દુર્ગણ નાશ પામતા જાય છે, એટલે ભક્ત સાચા આત્મિક સુખનો ભક્તા બની, અશાંતિથી વિમુક્ત થાય છે. આ રીતે જોતાં પ્રભુનાં ચરણ અશુભને નાશ કરવામાં મહાસમર્થ જણાયા વિના રહેતાં નથી. આ જ રીતે આચાર્યજી પ્રભુચરણને સંસાર-સમુદ્રમાં ડૂબતાં પ્રાણીને નૌકા સમાન સહારો આપનાર ગણાવે છે. કર્મથી લેપાયેલ આત્મા પ્રભુના શરણમાં ન જતાં, સ્વચ્છેદથી વર્યા કરે છે ત્યાં સુધી તે મનુષ્ય દેવ, તિર્યંચ અને નરક ગતિમાં પિતાનાં શુભાશુભ કર્મ અનુસાર પરિભ્રમણ કર્યા કરે છે, અને તેમાંથી છૂટવા માટેને-પંચમ ગતિ પામવા માટે ઉપાય તેને પ્રાપ્ત થતું નથી. વળી આ સંસારથી ગહનતા અને વિશાળતા સમજાવવા માટે બુધજનેએ તેને સમુદ્રની ઉપમા આપી છે. સમુદ્રની વિશાળતા અને ઊંડાણના પરિચય જીવે તે પરથી સંસારની વિશાળતા અને ગહનતાને લક્ષ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust