________________ કયણમંદિર તેત્ર પણ, એ મેળવવા ગ્ય પુણ્ય એકઠું થાય ત્યારે પૂર્ણ થાય છે. અલબત્ત, પ્રભુનાં ચરણનું ધ્યાન ધરતાં અમુક અશુભ ઈચ્છાઓ પલટાઈને શુભ સ્વરૂપ પામી જાય કે જેથી કેઈનું પણ તે દ્વારા અકલ્યાણ સંભવી શકે નહિ, તે વાત જુદી છે. તેમાં પણ પ્રભુનાં ચરણને વધતે મહિમા જ દેખાય છે. આમ પ્રભુનાં ચરણ ઇચ્છિત આપવામાં સૌથી ઉદાર છે. સહુને ઈચ્છિત આપવામાં કુશળ એવા પ્રભુનાં ચરણ સર્વ શરણાર્થીનું કલ્યાણ થાય એનું લક્ષ રાખ્યા જ કરતા હોય છે. આથી જે ઈચ્છાની પૂર્તિમાં અકલ્યાણ સંભવતું હોય તે ઈચ્છા જ પલટાઇને કલ્યાણુસ્વરૂપ ધારણ કરે તેવો પ્રભુચરણને મહિમા છે. આ પ્રકારના મહિમા દ્વારા–સામર્થ્ય દ્વારા પ્રભુનાં ચરણ સર્વને અભય આપવામાં તત્પર રહે છે. સંસારમાં પરિભ્રમણ કરનાર પ્રત્યેક જીવ કેઈ ને કઈ પ્રકારનાં ભયથી પીડાતા હોય છે, અને એ ભયને કારણે અનેક પ્રકારનાં દુઃખ વેદતે રહે છે. આવા ભયભીત છે પ્રભુના ચરણનું શરણ સ્વીકારે તે તે ભયના ભયથી મુક્ત થાય છેઅર્થાત્ અભય બને છે. સામાન્ય રીતે જીવને સૌથી મોટો ભય અકલ્યાણને હોય છે અને પ્રભુચરણની સેવના પછી અકલ્યાણ સંભવી શકતું નથી. વળી ચરણ સેવ્યા પહેલાં બાંધેલા અશુભ કર્મોના ઉદયથી કણો ઉત્પન્ન થાય ત્યારે તે બધું જવા માટે છે અને આત્મસુખ તે સમીપ જ છે એવી ભાવનાને લીધે આવેલ કષ્ટ ભયરૂપ થઈ શકતું નથી. આમ આ બધી અપેક્ષાએ જોતાં પ્રભુનાં ચરણ સહ કેઈને અભય કરે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust