________________ કલ્યાણમંદિર સ્તોત્ર 255 તેની દષ્ટિ પ્રભુના મુખ ઉપર સ્થિર બને છે. પ્રભુનાં મુખ ઉપર જે નિરાગીતા, નિર્વિકારપણું, સૌમ્યતા, શાંતિ વગેરે દષ્ટિગોચર થાય છે તે પ્રતિ અત્યંત આકર્ષાઈ તેને ઉપગ ત્યાં સ્થિર થઈ જાય છે. અને એ બધા ગુણ પિતામાં પ્રવેશ પામે એવા ભાવ તેનામાં વૃદ્ધિ પામે છે, અને મુખકમળ પર સ્થિર બની તે ગુણે પિતામાં ઉતારવા મથે છે. આવા લક્ષણવાળે મુતિગામી જીવ જ્યારે શુદ્ધભાવથી આપની સ્તુતિની રચના કરે છે ત્યારે તેને કેવું ફળ પ્રાપ્ત થાય ? માત્ર નામનું સ્મરણ કરવાથી ભયનાં ભરેલાં સેંકડો દુઃખે નાશ પામે છે, તે પછી તેમની સ્તુતિ કરવાથી તેનાથી અનેકગણું ફળ પ્રાપ્ત થાય તેમાં શું નવાઈ છે? અને એ ફલશ્રુતિ અહીં છેલ્લી કડીમાં બતાવી છે. ભક્તજનનાં જે લક્ષણે આચાર્યજીએ બતાવ્યા છે તે લક્ષણે તેમના પ્રગટેલા આપણે જોઈ શકીએ છીએ. અને એવી ઉત્તમ પળે એ પૂર્ણ ભાવથી કરેલી સ્તુતિ તે જ “કલ્યાણ મંદિર સ્તંત્રઆ સ્તોત્રનો પ્રભાવ તે જાહેર જ છે. આથી આચાર્યજીએ જે ફલશ્રુતિ જણાવી છે તે તેમના સહિત સર્વને લાગુ પડે તેમ છે. ફલશ્રુતિ આ પ્રમાણે છેઃ આવી સ્તુતિના પ્રભાવથી (પિતાનું) મન નિર્મળ થવાથી દેદીપ્યમાન સ્વર્ગની સંપત્તિઓને ભેગવીને શીધ્ર મેક્ષ પામે છે. પ્રભુમય બનેલે જીવ પિતાના ઉપયોગને પ્રભુમાં જ કેન્દ્રિત કરીને, પ્રભુનાં ગુણો વર્ણવતી સ્તુતિ જ્યારે રચે છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust