________________ 256 કલ્યાણમંદિર સ્તોત્ર ત્યારે તેના ભાવે ઘણું શુભ હોય છે અને એને મોટો પુણ્યબંધ થાય છે. આ પુણ્યબંધ એ પ્રકાર હોય છે કે તે ભેગવવા માટે તેને અનિચ્છાએ પણ દેવલેકમાં જવું પડે છે. આવા ઉચ્ચ દશાવાન છે માટેની દેવકની ભેગસામગ્રી મનુષ્ય માટે અકલ્પિત જેવી હોય છે, ત્યાંના સુખસાધન અને સામગ્રી એવા દેદીપ્યમાન હોય છે કે તેનું સ્વમ પણ જીવને અહીં આવી શકતું નથી. એ બધી સુખ સંપત્તિ બધાને આંજી નાખે એવી ઝાકઝમાળ હોય છે. આથી આ બધી સામગ્રીને આચાર્યજી ગ્ય રીતે “ચળકતી સંપત્તિ તરીકે ઓળખાવે છે. જ્યાં સુધી જીવે બાંધેલે પુણ્યનો જથ્થો હોય છે ત્યાં સુધી આ સુખ સંપત્તિ તેને ભેગવવાની જ હોય છે. તેનાથી વહેલું નિવૃત્ત થઈ શકાતું નથી. આથી સાચા ભક્તને અનિચ્છાએ પણ એ બધો ભેગવટો કરે જ પડે છે. ભક્તને અનિચ્છા એક જ કારણથી હોય છે : એ દેવલેક પણ સંસાર છે અને તેની સુખ સામગ્રીમાં પણ આત્માનું સાચું સુખ નથી. જ્યાં સુધી તેને ભોગવટો હોય ત્યાં સુધી મુક્તિ નથી અને મુક્તિને ઈચ્છક સંસારના સુખને ક્યાંથી ઈરછે? તેમ છતાં કરેલા પુણ્યબંધને પરિણામે તે * સ્વર્ગની સંપત્તિને અવશ્ય ભોગવે છે. પણ એ ભેગવટામાં તેને આસક્તિ ન હોવાને કારણે નવાં કર્મબંધ તેને થતાં નથી. પણ પૂર્વે બાંધેલ ભેગાવલી કર્મ ભેગવાઈ જાય છે. આથી જ્યારે દેવલેકનું આયુષ્ય પૂર્ણ કરી તે મનુષ્યભવ ગ્રહણ કરે છે ત્યારે ઉત્તમ ભક્તિ પ્રગટાવી, શેષ રહેલાં શુભાશુભ કર્મને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust