________________ 254. કલ્યાણમંદિર તેત્ર તેમાં સૌ પ્રથમ લક્ષણ એ બતાવ્યું છે કે, “ભવ્યજનની બુદ્ધિ વિધિ પ્રમાણે આપની સમાધિમાં લાગી રહી છે.” સાચા ભક્તનું લક્ષણ એ છે કે તેની મતિ પ્રભુમાં કેન્દ્રિત થઈ હોય છે. પ્રભુમાં મગ્ન બનીને, બીજે બધેથી ઉપયોગને ખેંચીને તેને પ્રભુમાં કેન્દ્રિત કર્યો હોય છે. તેથી તે પોતે પોતાના દેહથી પણ ભિન્નભાવ અનુભવે છે અને એ મહત્વનું લક્ષણ છે. ભક્તનું બીજું લક્ષણ બતાવ્યું છે કે, “જેમની કાયા આપના ઉપરની અત્યંત પ્રીતિને લીધે ગાઢ રોમાંચ અનુભવી રહી છે.” આ ભક્તને પ્રભુ ઉપર એટલી બધી પ્રીતિ હોય છે કે જ્યારે પ્રભુનાં દર્શન થાય છે કે પ્રભુની સમીપતાને અનુભવ થાય છે ત્યારે તેની કાયામાં ઉલ્લાસથી રોમાંચ થાય છે. એ ઉલ્લાસ અને આનંદ આખી કાયામાં એટલે બધે પ્રસરી જાય છે કે કાયા રે માંચી ઊઠે છે. અર્થાત્ ભક્તિ રૂંવે રૂંવે પ્રગટી ઊઠે છે. જ્યારે જીવને કઈને કઈ પ્રકારે ઉલ્લાસ થાય છે ત્યારે તેના પ્રભાવથી શરીરનાં રૂંવા ઊભા થઈ જાય છે. આજ રીતે પ્રભુની ભક્તિથી ભક્તના હૃદયમાં એ ઉલ્લાસ પ્રગટ જોઈએ કે તેની કાયામાં રોમાંચ થઈ જાય. એ જ ભક્તનું ત્રીજું લક્ષણ છે, “ભક્તની દષ્ટિ પ્રભુનાં મુખકમળ ઉપર સ્થિર થયેલી હોય છે.” સામાન્ય રીતે જીવની દષ્ટિ ચારે બાજુ ફર્યા કરે છે, તે સ્થિર હોતી નથી, કારણ કે તેને ઉપયોગ પણ સમયે સમયે ફર્યા કરતે હોય છે. પણ ભક્તનું ચિત્ત જ્યારે પ્રભુમાં સ્થિર થાય છે, ત્યારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust