________________ કલ્યાણમંદિર સ્તોત્ર 253 - त्वविम्बनिर्मलमुखाम्बुजबद्धलक्षा ये संस्तव तव विभो! रचयन्ति भव्याः // 43 जननयन कुमुदचंद्र ! प्रभास्वरा: स्वर्गसम्पदो भुक्त्वा / ते विगलितमलनिचया अचिरान्मोक्ष प्रपद्यन्ते / / 44 એ રીતથી રૂડે પ્રકારે સ્થિર બુદ્ધિવાનને, અતિ હર્ષથી રોમાંચી જેના શરીર કેરા અંગને; તુજ મુખકમળ નિર્મળ વિશે નિંદ્ર બાંધી દષ્ટિને, જે ભજન હે પ્રભુ! રચે છે, આપ કેરી સ્તુતિને. 43 જનનયન કુમુદચંદ્રસ્વામી, ચળકતી સંપદ સ્વર્ગની જપામી; નિર્મળ મનના થવા થકી એ, તુરત જશે જન મેક્ષને વિશે તે. 44 આમ બેતાલીસ કડી સુધી જણાવી તેવી ભક્તિ સહિત જે કોઈ જીવ પ્રભુની ભક્તિ કરે છે, તે ઉત્તમ ફળને પામે છે; આવી ફલશ્રુતિ બતાવતાં અંતિમ બે કડીઓમાં આચાર્યજી જણાવે છે કે, “જે ભવ્યજનોની બુદ્ધિ વિધિ પ્રમાણે આપની સમાધિમાં લાગી છે, જેમની કાયા આપના ઉપરની અત્યંત પ્રીતિ વડે ગાઢ રોમાંચ અનુભવી રહી છે, અને જેમની દષ્ટિ . આપના મુખરૂપી નિર્મળ કમળને વિષે ચુંટેલી છે એવા જે ભવ્યજને આપની સ્તુતિ કરે છે તેઓ (43), હે મનુષ્યનેત્રરૂપી કુમુદિનીના ચંદ્રરૂપી સ્વામીન! પિતાનું મન નિર્મળ થવાથી દેદિપ્યમાન સ્વર્ગની સંપત્તિઓને ભોગવીને શીવ્ર મેક્ષને પામે છે. (44) તેંતાલીસમી કડીમાં આચાર્યજી ભક્તનાં લક્ષણ બતાવે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust