________________ 252 કલ્યાણમંદિર સ્તોત્ર આમ આ કડીમાં આચાર્યજી પિતાનાં વર્તમાન અને ભાવિ સુખનું બરાબર પાકું કરી લે છે. આ ભવે તે સમજીને શરણાગ્ય પ્રભુના શરણમાં રહી તેમની ભક્તિ કરી છે. અને તેના ફળરૂપે એ ભક્તિ ભાવિમાં પણ કદી ન છૂટે એવું વરદાન તેઓ પ્રભુ પાસે માગી લે છે. આમ કરવામાં આચાર્યજીની દીર્ધદષ્ટિ બરાબર જણાઈ આવે છે. પ્રભુ એ શરણું લેવા ગ્ય છે, એ તે આપણે પૂર્વની કડીઓમાં જોયું છે, એવા પ્રભુના શરણમાં રહ્યા રહ્યા આચાર્યજી માંગણી કરે છે, અને સાથે સાથે જણાવે છે કે મારે તે તમે એક જ સ્વામી છે, હું અત્યારે માત્ર આપના જ શરણમાં છું, એથી તમે મારે સંપૂર્ણ ખ્યાલ રાખજો. મારા સાચા માર્ગદર્શક તમે જ છે, બીજા કેઈ પણ માર્ગદર્શક મેં સ્વીકાર્યા નથી. મેં તે તમારા જ ચરણમાં બધું સેંપી દીધું છે. એટલે આ ભવે અને ભાવિ ભવે તમારે જ મારી સંભાળ રાખવાની છે.” આ પ્રકારની ભાવભરી વિનંતિ આચાર્યજી કરે છે, અને તે દ્વારા સામાન્ય ભક્તજનને સમર્થ ભક્તજન બનવાની ચાવી પૂરી પાડે છે. ભક્ત સ્વરૂપે રહેવાની આદર્શ રીતનું માર્ગદર્શન અહીં મળી રહે છે. “હરિના જન મુક્તિ ન માગે, માગે જનમેજનમ અવતાર રે”—એ ઉક્તિ અનુસાર સાચી ભક્તિનું સ્વરૂપ અહીં જોવા મળે છે. પ્રભુની ભક્તિ પાસે મુક્તિ પણ બિનજરૂરી બની જાય છે. આ આદર્શ ભક્તનું ચિત્ર અનેકને પ્રેરણારૂપ બની રહે છે. (42) इत्थ समाहितधियो विधिवज्जिनेन्द्र ! સારો પુત્રવૃતિiામા: | P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust