________________ 249 કલ્યાણમંદિર સ્તોત્ર આ ઉપરાંત પ્રભુ સમગ્ર વસ્તુના સારને જાણનારા છે. આખા જગતમાં એક પણ પદાર્થ કે એક પણ ભાવ એ નથી કે જે પ્રભુથી અજાણ હોય, પ્રભુના જ્ઞાનમાં ન સમા હોય. પ્રભુને વિશે તે ત્રણે લોકનું અને ત્રણે કાળનું સમય સમયનું જ્ઞાન પ્રકાશે છે. જે કોઈ જીવ સર્વજ્ઞ પ્રભુના શરણમાં રહી પવિત્ર થવા ઇચ્છતા હોય, અને આરાધનામાં જે કંઈ ક્ષતિ હોય તે તે પ્રભુના જ્ઞાનમાં તે તરત જ પ્રગટ થાય છે, અને પ્રભુ તે જીવને તેવી ક્ષતિ દૂર કરવા પ્રેરે છે. પ્રભુનું આવું સર્વજ્ઞપણું ભક્તને માટે અતિ અતિ ઉપકારી છે. પ્રભુ પોતે સર્વજ્ઞ થયા પછી, પોતાનું જ કલ્યાણ કરીને બેસી રહેતા નથી. તેઓ તે સંસારના પરિતાપોથી છૂટવા ઈચ્છનાર સર્વને તારવાની પ્રવૃત્તિ પણ વિસ્તારે છે. સંસારમાં જળકમળવત્ રહી, અનેક પ્રકારનાં દુઃખોથી પિડિત જનોને સાચે કલ્યાણને માર્ગ બંધી, પિતાના જેવા અનંત સુખના ધણું બનાવવા તેઓ કટિબદ્ધ રહે છે, અને એ અપેક્ષાથી તેઓ સંસારતારક-સંસારથી તારનાર છે. સંસારસમુદ્રમાં તારી જીવને તેઓ ઠેઠ મુક્તિ સુધી લઈ જાય છે. વળી તેઓ ત્રણ ભુવનના નાથ પણ કહેવાય છે. પ્રભુની સમર્થતા એવી છે કે, જીવ કોઈ પણ ભુવનના, કેઈ પણ ભાગમાં રહ્યો હોય તે પણું, ત્યાં રહ્યા રહ્યા છૂટવા ઈચ્છનાર જીવને તેઓ છોડાવી શકે છે. અર્થાત્ ત્રણે ભુવનમાં તેમની સત્તા ચાલે છે. તેથી કઈ પણ ગતિ કે કોઈ પણ ક્ષેત્રમાં રહેલ સંપન્દ્રિય જીવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust