________________ 248 કલ્યાણમંદિર સ્તોત્ર થવા મથે તે તે પવિત્ર થઈ શકતો નથી. તેમ કરવા જતાં સ્વછંદની માયાજાળમાં ફસાઈ જાય છે, અને સ્વછંદના જેરને કારણે પિતે ક્યાં ભૂલ કરે છે અથવા તે ક્યાં અટકે છે તેના જાણ તેને થઈ શકતી નથી અને પરિણામે તેનો વિકાસ અટકી જાય છે. પણ જેને જાણપણું છે, તેના માર્ગદર્શન નીચે પવિત્ર થવાને પુરુષાર્થ કરવામાં આવે તે માર્ગમાં આવતા અનેક ભયસ્થાનેથી બચી શકાય છે, અને પવિત્ર થવાનું કાર્ય ઝડપથી બને છે. આમ, ત્વરાથી અને વિશેષ તકલીફ વગર સરળતાથી કાર્ય કરવાની ભાવનાથી આચાર્યજી બધું જ પ્રભુને સેપે છે. પવિત્ર થવું એટલે આત્માને લાગેલા મલિન કમપરમાણુઓથી મુક્ત થવું, કે જેથી ભાવિમાં તેના પરિપાકરૂપ દુઃખને અનુભવ કરવાનો રહે નહિ. આત્મપ્રદેશે પરથી કર્મપરમાણુઓ હટતાં આત્મા પવિત્ર બને છે. આમ પવિત્ર થવાના પરિણામે દુઃખરૂપ સંસારથી છૂટવાનો અવસર આવે છે. આ બંને વસ્તુ પ્રભુને કરવાની વિનંતિ આચાર્યજી આ કડીમાં કરે છે. જે પ્રભુને પણ કરી છે તે પ્રભુ કેવા છે? તે પ્રભુ દેવેંદ્રવંઘ છે, એટલે કે તેઓ દેના ઇંદ્રને પણ વંદન કરવા યોગ્ય છે. આખા સંસારમાં સૌથી વધુ સાતવેદનીય હોય તે તે દેવગતિમાં છે. તેમાં પણ ઇંદ્ર વિશેષપણે સાતવેદનીય ભોગવે છે. પણ એ બધી સાતા બાહ્યની, ભૌતિક હોય છે. જે ઇંદ્રને પણ આત્મશાંતિ જોઈતી હોય તે તેના ભક્તા પ્રભુ પાસે આવવું પડે છે. અને એથી પ્રભુ એ દેવેંદ્રવંઘ છે. આવા દેવેંદ્ર વંદ પ્રભુને પિતાની નાવડી સેંપી આચાર્ય નિશ્ચિત બને છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust