________________ 247 કલ્યાણમંદિર સ્તોત્ર - ઓગણચાલીસમી કડીમાં આચાર્યજી પ્રભુને વિનંતિ કરે છે કે મારાં દુખાકુરોને ટાળવા તમે તત્પર થશે, હું તમારા શરણે આવ્યો છું. આ શરણ લીધા પછી જે ભક્તિનું યથાર્થ ફળ ન મળે તો તેમાં પ્રભુનો નહિ પણ પિતાનો દેશ છે એવું પ્રતિપાદન ચાલીસમી કડીમાં કર્યા પછી, આચાર્યજી આ કડીમાં સંસારના તારક પ્રભુને વિનંતિ કરે છે કે, “હે દેવેંદ્રને પણ વંદન કરવા યોગ્ય ! સમગ્ર વસ્તુના સારને જાણનાર! હે સંસારરૂપી સમુદ્રમાંથી તારનાર ! હે વિભુ! હે ત્રણ ભુવનના નાથ ! હે દેવ ! હે કરુણુહુદ! હું અત્યંત ખેદ પામું છું. મને પવિત્ર કરે, આ ભયાનક સંસારમાંથી મને તાર.” પોતે અત્યંત દુઃખી છે, અને એ દુઃખથી છૂટવાના પુરુષાથી છે, એ હકીકત આચાર્યજીએ અહીં રજૂ કરી છે. સંસારમાં અનુભવવા પડતાં દુઃખોથી ત્રાસી ગયા છે, અને તેને તેમને ખેદ પણ થાય છે. ખેદ એ માટે છે કે અકલ્પિત સુખના દાતા પ્રભુને ભજવાને બદલે બીજા બીજાને આશ્રય લઈને આ સંસારમાં તેમણે માત્ર દુઃખને જ અનુભવ કર્યો છે, છતાં ય સાચું કરવાને ભાવ આ પહેલાં પ્રગટ્યો નહોતે. આ સૂઝ નહોતી તે માટે અતિશય ખેદ તેમને પ્રવર્યો છે. આથી સાચી સમજણ આવ્યા પછી, પવિત્ર થવામાં થત વિલંબ તેમનાથી સહેવાતું નથી. તેઓ અતિ વિનમ્રભાવે પ્રભુને વિનવે છે કે “મને પવિત્ર કરે” અને “દુઃખરૂપ સંસારથી છોડાવે.” પ્રભુને પવિત્ર કરવાની આચાર્યજી વિનંતિ કરે છે તે સમજવા ગ્ય છે. જીવ પોતે પિતાની મેળે પવિત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust