________________ 250 કલ્યાણમંદિર સ્તોત્ર પ્રભુનું શરણ સ્વીકારી, પિતાના આત્માની પવિત્રતા પ્રગટાવવાને પુરુષાર્થ જગાડી શકે છે, આત્માને પવિત્ર બનાવી શકે છે. ત્યાં કર્મરૂપી દુશ્મને પિતાની કાર ચલાવી શકતા નથી. આવા દેવેંદ્રને વંઘ, સમગ્ર વસ્તુના સારને જાણનારા, સંસારના તારક અને ભુવનાધિનાથ પ્રભુને આચાર્યજી પિતાને સંસારસમુદ્રમાંથી છોડાવવા આર્જવભરી વિનંતિ કરે છે. અને 'તે વિનંતિ કરતી વખતે તેઓ પ્રભુને ચારે બાજુ આત્માઓજસ ફેલાવનાર વિભુ! તરીકે સંબોધે છે તે ઘણું જ સૂચક છે. (41) यद्यस्ति नाथ ! भवदंघ्रीसरोरुहाणां भक्तेः फलं किमपि संततिसंचितायाः / तन्मे त्वदेकशरणस्य शरण्य ! भूयाः વામ સ્વમેવ મુવડત્ર અવાંતડપ | 42 હે નાથ ! આપ ચરણકમળની નિત્ય સંચિત જે કરી, તે ભક્તિ કરી સંતતિનું હોય ફળ કદી જે જરી, તે શરણ કરવા ગ્ય! માત્ર આપને જ શરણે રહ્યો, તે અહીં અને ભવ અન્યમાં પતે જ મુજ સ્વામી થજે. 42 મહાસમર્થ પ્રભુનું શરણું સ્વીકાર્યા પછી તેમના ચરણની કરેલી ભક્તિનું ફળ જે પ્રભુ આપવા ઈચ્છતા હોય તે, પિતાને ફળરૂપે શું જોઈએ છે તેનું વિધાન કરતાં આચાર્યજી આ કડીમાં કહે છે કે, “હે નાથ! નિરંતર કરવાથી એકઠી થયેલી આપના ચરણકમળની ભક્તિનું જે કંઈ પણ ફળ હોય તો હે શરણ કરવા યોગ્ય! માત્ર આપના જ શરણે રહેલે હું, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust