________________ કલ્યાણમંદિર સ્તોત્ર 229 બરાબર વિરુદ્ધ પ્રકારનું છે. આ વિધાન કર્યા પછી, તેમને પ્રભુનું બીજું વચન સ્મૃતિમાં આવ્યું હશે. પ્રભુએ જણાવ્યું છે કે જીવે આ પૂર્વે અનંતવાર જિનદીક્ષા, શાસ્ત્રશ્રવણ વગેરે પ્રવૃત્તિ કરી છે, પણ જીવની મુક્તિ થઈ નથી. તે તેનું કારણ વિચારી સત્ય પુરુષાર્થ કરવો જોઈએ. આ વચન અનુસાર શ્રી આચાર્યજીના જીવે પણ પૂર્વના કાળે પ્રભુ વિશે સાંભળ્યું હોવું જોઈએ, તેમની કોઈ પ્રકારે પૂજન કરી લેવી જોઈએ અથવા તે પ્રભુના દર્શન કર્યા જ હોવા જોઈએ, તે સિવાય તેમને આત્મા સંજ્ઞી પંચેન્દ્રિયપણું પામ્ય શી રીતે ! અને તેઓ ઊંડી વિચારણામાં ચાલ્યા જાય છે. તેમણે આ બધું કર્યું તે હોવું જ જોઈએ. જે કર્યું હોય તે તેમની અત્યાર સુધી મુક્તિ કેમ થઈ નથી? અથવા તે દુઃખની પરંપરા વચ્ચે વસવાને પ્રસંગ તેમને કેમ પ્રાપ્ત થયું છે? એની વિચારણા કરતાં તેમને સમજાય છે કે કાં એ પ્રવૃત્તિ કરી નથી, અને જે કરી છે તે અપૂર્ણતાથી, ભાવરહિતપણે કરી છે, કારણ કે ભાવરહિત કરેલી ક્રિયાનું ફળ ન કર્યા સમાન જ છે. અને આ વિશેને પશ્ચાત્તાપ આચાર્યજીએ આ કડીમાં વ્યક્ત કર્યો છે. પ્રભુને સાંભળ્યા, નિરખ્યા કે પૂજ્યા હોય-સાચા ભાવથી આ પ્રવૃત્તિ કરી હોય તે તેનું ફળ નિશ્ચયે મુક્તપણું છે. તેને બદલે આચાર્યજીનો જીવ આ ભવમાં હૃદય વિદારી નાખે એવા અનેક દારુણ દુઃખોને ભેગ બનતે આવે છે, તે કારણ શું? આવાં દુઃખો આવવાનું મુખ્ય કારણ પ્રભુનું હૃદયથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust