________________ 228 કલ્યાણમંદિર સ્તોત્ર આ પહેલાંની ત્રણ કડીઓમાં આચાર્યજી પશ્ચાત્તાપૂર્વક જણાવે છે કે આ પૂર્વના કાળમાં મેં તમને સાંભળ્યા નહિ હોય, તમારા ચરણ યુગલને પૂજ્યા નહિ હોય અથવા તે આપના દર્શન પણ કર્યા નહિ હોય, કારણ કે અત્યારે હું મારી જાતને દુઃખની ગર્તામાં ફેંકાયેલી જોઉં છું. જે ઉપર જણાવ્યું તેમાંનું કંઈ પણ કર્યું હેત તે આવી વિષમ પરિસ્થિતિ મારી થઈ ન હતી. આ વિધાન કર્યા પછી તેમના માનસપટમાં એ હકીકત આવી જણાય છે કે, પ્રભુના કહેવા મુજબ આવું બધું જીવે પૂર્વે અનેકવાર કરી લીધું છે, પણ સિદ્ધિ થઈ નથી, કારણ કે તેમાં કંઈક અગત્યનું તત્ત્વ ખૂટતું હતું. આ હકીકતને સ્વીકાર કરી, તે ખૂટતી કડી સ્મૃતિમાં લાવી આચાર્યજી પ્રભુ સમક્ષ આ કડીમાં સમાપનરૂ૫ એકરાર કરે છે કે, “હે જનબંધુ ! કદાચિત આપને સાંભળ્યા હશે, પૂજ્યા હશે કે આપનાં દર્શન કર્યા હશે, તે તે નામમાત્ર જ, ભક્તિ અને શ્રદ્ધા વડે મેં આપને મારા અંતઃકરણમાં ધારણ તે નહિ જ કર્યા હોય, તેથી જ હું આ ભવમાં દુ:ખનું પાત્ર થયેલ છું, કારણ કે ભાવશૂન્યતાવાળી કઈ પણ કિયા કંઈ પણ ફળ આપતી નથી.” પ્રભુનાં દર્શનને, પૂજનને અને તેમનાં વચન શ્રવણને અદ્ભુત મહિમા આચાર્યજી આ ભવે અનુભવે છે, અને તેથી તેમને નિશ્ચય થાય છે કે પૂર્વે આમાનું કાંઈ પણ તેમણે કર્યું નહિ હોય, કારણ કે વર્તમાન ભવે તેમને દુઃખની પરંપરામાંથી પસાર થવું પડ્યું છે, કે જે દર્શન, પૂજન કે શ્રવણના ફળથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust