________________ 230 કલ્યાણમંદિર સ્તોત્ર શરણ સ્વીકારીને પ્રવૃત્તિ કરી નથી તે છે. એ માટે પશ્ચાત્તાપપૂર્વક આચાર્યજી કહે છે કે કઈ સંજોગમાં હે પ્રભુ! આપને સાંભળ્યા હશે, પૂજ્યા હશે કે આપનાં દર્શન કર્યા હશે, તો તે સાવ ભાવશૂન્યતાથી જ હોવાં જોઈએ. કારણ કે ભાવશૂન્યતાવાળી કઈ પણ ક્રિયાનું ફળ યથાર્થ મળતું નથી. - આ વિધાનમાં આપણને પ્રભુને બાંધેલો એક સુંદર સિદ્ધાંત સમજવા મળે છે. સામાન્યપણે જીવ બહારથી દેખાતી કિયાને અનુલક્ષીને તેના પરિણામ વિશે અભિપ્રાય બાંધે છે, અને તેની સત્યતા વિશે ગેથા ખાય છે. અહીં જીવની બાહ્ય ક્રિયા કરતાં આંતરભાવ પર વિશેષ લક્ષ દેવાને અનુરોધ જોવા મળે છે. જીવને જે કર્મબંધ થાય છે તેની તીવ્રતા મંદતાને આધાર તેના ભાવે પર રહે છે. એક કર્મ કરતાં ઉત્કટ રસ પરિણમતો હોય તે તીવ્ર બંધ પડે અને જે મંદ રસ પ્રવતતે હોય તો મંદ બંધ પડે. ભલે પછી બાહ્યથી એક જ કાર્ય થતું જણાતું હોય, પણ ભાવની ઉત્કટતાના આધાર પર તેના બંધની તીવ્રતાનો આધાર રહેલો છે. શ્રી તીર્થંકર પ્રભુ જે ભવે તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે છે, તે ભવે લોકેનું કલ્યાણ કરવાનું વાસ્તવિક કાર્ય બહુ અલ્પ પ્રમાણમાં કરે છે, પરંતુ તેમની કલ્યાણ કરવાની ભાવના એવી ઉત્કૃષ્ટ હોય છે કે પરમાર્થનું સર્વોત્તમ નામકર્મ તેઓ ઉપાર્જન કરે છે અને જ્યારે તેઓ તીર્થ પ્રવર્તાવે છે ત્યારે અસંખ્ય લોકોનું કલ્યાણ કરતાં હોવા છતાં, તેમની ભાવશૂન્યતા એવી હોય છે કે તેમને એક પણ બંધ પડતું જ નથી. જેમ શુભ કર્મની બાબતમાં છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust