________________ કલ્યાણમંદિર સ્તંત્ર 219 કોઈ શુદ્ધ, બુદ્ધ બનતા હતા, આ પ્રભુને અતિશય હતે. પ્રભુએ પૂર્વના ભવે છૂટવાના અને છોડાવવાના ભાવ તીવ્રપણે કર્યા હતા, જેના પરિણામે તેમણે તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું હતું. એ નામકર્મ તથા એ ભાવના પ્રભાવથી પ્રભુના ચરણયુગલમાં એવી શક્તિ સ્થાપિત થઈ કે, જે કે એમની કે એમનાં ચરણયુગલની ભાવપૂર્વક પૂજા કરે છે, પૂજનારને જે વસ્તુની પ્રાપ્તિની ઈચ્છા હોય તે વસ્તુની પ્રાપ્તિ થાય. પ્રભુની આજ્ઞામાં વર્તીને જે કંઈ ઈચ્છા કરવામાં આવે સમયની યોગ્યતાએ પૂર્ણ થાય, અને અનેક પ્રકારનાં દુખેથી નિવવાને ગ બને. આમ પ્રભુનાં ચરણયુગલ જે કંઈ ઈચ્છવામાં આવે તે આપવામાં મહાસમર્થ બન્યા હતા. આચાર્યજી કહે છે કે હે દેવ! જે સમયે તમે આ રીતે સર્વને દુઃખથી છોડાવવા માટેની પ્રવૃત્તિ કરતા હતા, તે સમયે-જન્માંતરે–તે જન્મે તેનાથી વિમુખ થઈને હું જરૂર વર્યો હઈશ. વળી આપનાં આવા નિષ્પાપી, ઈચ્છિત આપનાર ચરણયુગલની સેવા કે પૂજા જરૂરથી નહિ કર્યા હોય. જે વિમુખ થઈને ન વત્યે હોત, ચરણની સેવા કે પૂજા કર્યા હતા તે તે વખતે જ મારાં આ અનેક પ્રકારનાં દુઃખને અંત આવી ગયે હેત, અત્યાર સુધીનું સંસારમાં રહેવાપણું રહ્યું જ ન હોત અને હું શુદ્ધ, બુદ્ધ બની આપના જે સુખી બની ગયે હોત. પણ તેવું બન્યું જણાતું નથી. હું તે અનેક પ્રકારનાં સંકટોથી વીંટળાયેલે, સંસારના ફાંદામાં ફસાયેલે રહ્યો છું, તે એ જ બતાવે છે કે મેં સાચી ચરણપૂજા કરી નહિ હોય, તમારા શરણમાં આવી સાચી પ્રવૃત્તિ નહિં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust