________________ 218 કલ્યાણમંદિર સ્તોત્ર અને શ્રી મહાવીર પ્રભુ સિવાયના તીર્થકર પર આવા આકરા કે આટલી સંખ્યામાં ઉપસર્ગો થયા જણાતા નથી. તેથી તે ભગવતી વખતે તેમને આત્માનું વીર્ય અત્યંતપણે પ્રગટાવવું પડે તે સહજ છે. અને તે વીર્યના પ્રગટપણામાં તેમનું શ્રેષ્ઠ પણું રહેલું જણાય છે. આવા ઉત્તમ પ્રભુનું પડખું સેવીને, પિતાના કસોટીકાળમાં લેશ પણ ક્ષતિ ન આવે તે માટેની કાળજી આચાર્યજી રાખે છે. પિતે પણ વીર્ય પ્રગટાવી, કસેટીના પ્રસંગમાં સમભાવથી જરા પણ ડગે નહિ એવી ભાવના હૃદયમાં રાખ્યા કરે છે. સાથે સાથે આવી પીડાકારી પરિસ્થિતિમાં શા કારણથી મૂકાવું પડયું, તેનું કારણ વિચારી, પૂર્વે કરેલી ભૂલનો પશ્ચાત્તાપપૂર્વકનો એકરાર તેઓ પ્રભુ સમક્ષ કરે છે. તેમાં તેઓ કેટલા નિર્મની અને હુંપદના મૂકવાવાળા થયા હતા તે આપણને જણાઈ આવે છે. આ ભવમાં પરાભવવાળી દશામાં મૂકવાનું કારણ આચાર્યજી પ્રથમની બે પંક્તિઓમાં આ પ્રમાણે જણાવે છે? હે દેવ ! ઈચ્છિત વસ્તુને આપવામાં સમર્થ એવા આપનાં ચરણયુગલને મેં જન્માંતરમાં પણ સ્તવ્યા નહિ હોય.” પ્રભુનાં ચરણ કેવા ઉદાત્ત છે તે આપણે પ્રથમની બે કડીઓ જે મંગલાચરણરૂપ છે તેનાથી સમજી શકીએ છીએ. પ્રભુ જ્યારે શુદ્ધ, બુદ્ધ અને કેવળજ્ઞાનના ધારક બની, સર્વ ભવ્યને સંસારના પરિભ્રમણથી મુક્ત થવાને માર્ગ બતાવતા હતા, તે વખતે તેમનાં ચરણસ્પર્શ કરનાર, ચરણને પૂજનાર અર્થાત્ તેમની આજ્ઞામાં રહી, તેમના જણાવ્યા પ્રમાણે વર્તનાર સહુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust