________________ કલ્યાણમંદિર સ્તોત્ર 217 આચાર્યજીને ખરેખર પ્રશ્ન થયે હશે કે આવી બધી પીડા અને વેદના ભોગવવી પડે છે તેનું કારણ શું? આ પ્રશ્નનું સમાધાન તેમને પોતાને જ મળી આવ્યું, અને પીડા તથા વેદના આવવાનું મૂળ કારણ ક્યાં રહ્યું છે તે તેમણે આ કડીની પહેલી બે પંક્તિઓમાં વ્યક્ત પણ કર્યું છે.. આ ભવે જ્યારે ઉત્કૃષ્ટ ભક્તિ જાગી અને તેનું પરિણામ માણ્યું, તેના અનુસંધાનમાં આવતી વિપત્તિઓનું કારણ પણ તેમને સમજાઈ ગયું. અને ભાવિમાં એ કારણ નિર્મૂળ કરવા માટે તેમણે ભવ્ય પુરુષાર્થ પણ આદર્યો. આ કડીની ત્રીજી પંક્તિમાં આચાર્યજી પ્રભુને “મુનીશ” તરીકે સંબોધે છે. અને પ્રભુને જણાવે છે કે મને જે સમજાયું છે તે કારણથી જ હું આ ભવમાં હૃદય ભેદાય જાય તેવી પીડા ભોગવવાનું પાત્ર બની ગયું છું. “મુનીશ” એટલે મુનિઓમાં શ્રેષ્ઠ. આચાર્યજી પ્રભુને સર્વ મુનિઓમાં શ્રેષ્ઠ કઈ અપેક્ષાથી ગણાવે છે તે સમજવાયેગ્ય છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુને અત્યંત પીડાકારી એવા કમઠ દૈત્યે કરેલા ઉપસર્ગમાંથી પસાર થવું પડ્યું હતું, અને તે ભગવતી વખતે તેમણે જે ક્ષમાભાવ અને શાંતભાવ જાળવ્યા હતા તેના સંદર્ભમાં આ સંબોધન અતિ ગ્ય જણાય છે. સામાન્ય રીતે જે પ્રસંગમાં આત્માની , સ્થિરતા ડગી જાય, શાંતભાવ હાનિ પામે તે પ્રસંગોમાં વિશેષ સ્થિરતા અને વિશેષ શાંતિ કેળવવા, તે કેળવનારનું શ્રેષ્ટપણું સાબિત કરે છે. આ દષ્ટિબિંદુથી વિચારતાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ સર્વમુનિઓમાં શ્રેષ્ઠ હેવાનું બિરુદ લઈ જાય તેમ છે. તેમના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust