________________ 220 કલ્યાણમંદિર સ્તોત્ર કરી હોય. લેઢાને પારસમણિને સ્પર્શ થાય અને લેઢાનું સુવર્ણ ન બને તે તે કાં સાચું લેતું નહિ, અને કાં તે સાચે પારસમણિ નહિ. બંને સાચા હોય તે લેઢામાંથી સુવર્ણ બનવું જ જોઈએ. એ પ્રમાણે સર્વજ્ઞ પ્રભુનાં ચરણયુગલને ભાવથી પૂજવામાં આવે અને પૂજનાર નિબંધ ન બને, એમ થાય જ નહિ. જે થાય તે બેમાંથી એક છેટું હોવું જોઈએ. કાં ચરણ ખાટાં, કાં પૂજનાર ખટ. પ્રભુનાં ચરણને પુજનાર અન્ય કેટલાય જ નિબંધ બની ચૂક્યા છે, તેથી ચરણે તો સમર્થ છે, સાચાં છે તે સાબિત થઈ ચૂકયું છે, એટલે કે પૂજનાર સાચે નહિ, ખટો છે એ વિકલ્પ જ બાકી રહે છે. આથી પિતાને ખોટાપણાનો સ્વીકાર કરી, આચાર્યજી તે માટે હૃદયપૂર્વકને પશ્ચાત્તાપ વ્યક્ત કરે છે. જન્માંતરમાં પિતાના ટાપણું વિશે આચાર્યજીને લેશ પણ શંકા નથી, તેનું એક કારણ સમજાય છે. વર્તમાન તેમણે પ્રભુને સાચા થઈને ભજવા માંડ્યા છે, અને તેને પરિણામે આવતું નિબંધપણું તેમને અનુભવગમ્ય છે. આત્માનું શુદ્ધપણું તેઓ અનુભવી શક્યા છે. વળી સાચા અને ઉચ્ચ ભાવથી ભરેલું આ સ્તોત્ર બેલાતું હતું, તેના પ્રભાવથી, ધર્મની પ્રભાવના માટે, ધરતીને પેટાળમાં છૂપાયેલી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાને ધરણેન્દ્ર પ્રગટ કરે છે. આ ચમત્કાર પણ ચરણયુગલની પૂજાના પ્રભાવને જાણવા માટે કંઈ જેવો તેવું નથી. અને તેના સંદર્ભમાં પૂર્વે કરેલી ભૂલ માટેને પશ્ચાત્તાપ ઉત્કટ બને તે સાવ સ્વાભાવિક છે. એક વખત એક વસ્તુનું મહાભ્ય સમજ્યા પછી, પૂર્વે તે ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust