________________ 210 કલ્યાણમંદિર સ્તોત્ર સંસારના પરિતાપથી રક્ષવા સમર્થ છે, આ મહિમા નામ સ્મરણનો છે. આ મહિમા આચાર્યજીના હૃદયમાં સ્પષ્ટ અનુભવ ગમ્ય હોવાથી તેમને નિશ્ચયપૂર્વક લાગે છે કે પૂર્વના ભવોમાં તેમણે પ્રભુનું સ્મરણ તે નહિ કર્યું હોય, પણ તેમનું નામ પણ નહિ લીધું હોય, કારણ કે તેઓ વર્તમાનમાં જે ગંભીર શિક્ષાકાળમાંથી પસાર થઈ રહ્યા છે, વિપત્તિઓની વચ્ચે વસ્યા છે તે શિક્ષાકાળ કે વિપત્તિ પ્રભુનું નામ સ્મરણ કરનાર પાસે ડોકાઈ શકે નહિ–આવી શકે નહિ. પ્રભુનો મહિમા એ છે કે જે એક વખત તેમનું નામ સાચી રીતે સાંભળે તે જીવ તેનું સ્મરણ કરવા લાગી જાય છે. અને તેનાથી વિપત્તિઓ નાસતા ફરે છે. અહીં આચાર્યજીને પ્રસંગમાં વિપત્તિનું અસ્તિત્ત્વ હોવાથી એ સૂચવાય છે કે પૂર્વે સ્મરણ કર્યું નથી અને તેનું કારણ પ્રભુનું નામ પણ તેમના સાંભળવામાં આવ્યું નહિ હોય એ છે. જે નામ સાંભળવામાં આવ્યું હોત તે અવશ્ય તે મરણરૂપ નામની માળા ચાલતી હતી, અને અવશ્ય આ વિપત્તિઓને નાશ હેત. અહીં આચાર્યજી આપત્તિને સર્પિણી રૂપે ઓળખાવે છે. આપત્તિ” એ નારીવાચક શબ્દ હોવાથી સર્પિણ કહી હોય તે પણ સંભવિત છે. વળી સાપ એ ખૂબ ઝેરી તિર્યંચ છે, અને તેમાંય માદા વિશેષ ઝેર રાખનાર હોય છે. જે કઈ તેને કનડગત કરે કે છે છેડે તે તેને વેરભાવ ખૂબ જાગૃત થાય છે અને કનડગત કરનારને ડંખીને જ જંપે છે. તેમાંય સર્પિણી તે તે વખતે યુગ ન બને તે કેટલાક કાળ પછી પણ વેર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust