________________ 211 કલ્યાણમંદિર સ્તોત્ર લેવાનું ચૂકતી નથી. આચાર્યજી આપત્તિને આવી સર્પિણી સમાન ગણાવે છે. એક અશુભ કર્મ બંધાય તે તેના પરિ ણામ રૂપ દુઃખ અવશ્ય આવે છે. જે પૂર્વ પુણ્યના ઉદયને લીધે તાત્કાલિક અશાતાને અનુભવ જીવ કરે નહિ તે કાળે કરીને, કર્મને પરિપાક થાય ત્યારે પણ તે અશાતાનો અનુભવ કર્યા વિના જીવ છૂટી શકતો નથી. સાતા કે અસાતા વેદનીય કર્મ આમ સર્પિણ જેવું છે, તેને ભગવ્યા વિના તેનાથી છૂટી શકાતું નથી. આપત્તિ આવવી એ અસાતા વેદનીયકર્મને ઉદય છે. અને તેથી તેના ઉદયને ભગવ્યા વિના જીવ કર્મને નિવૃત્ત કરી શકતું નથી. આમ વિચારતાં જણાય છે કે અસાતા વેદનીય કર્મ જીવને માટે ઝેરીલી સર્પિણ સમાન કાર્ય કરે છે, તે પરથી આ રૂપકની યોગ્યતા સ્પષ્ટ થાય છે. આ સ્તોત્ર રચના વખતે આચાર્યજી કઈ આપત્તિમાંથી પસાર થતા હતા ! તે વિચારતાં આ કડી વિશેષ સ્પષ્ટ થાય છે. તેમને બાર બાર વર્ષ સુધી સંઘની બહાર રહી, અન્ય ધર્મીએ વચ્ચે વસી, જૈનધર્મના આચાર પાળી, આત્મદશા જાળવી, જૈનધર્મની ઉન્નતિ થાય તેવા પ્રયત્ન કરવાના હતા. આ જૈન સંઘે ફરમાવેલ તેમને શિક્ષાકાળ હતું. તેમાં વળી શિવધર્મી રાજા સાથે શિવાલયમાં જવાને તેમને પ્રસંગ પડ્યો. ત્યાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની ગુપ્ત રહેલી પ્રતિમાની અશાતના ન થાય તે રીતે વર્તવા જતાં, શિવાલયમાં જ પિતાનાં કથન અને વર્તનની સાબિતી આપવા તેમને બેસવું પડયું. તેમ ન કરે તે લોકો તથા રાજા છેડાય અને ઉપસર્ગ કરે એટલું જ નહિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust