________________ કલ્યાણમંદિર સ્તોત્ર 209 ધારણ કરી, આચાર્યજીના હદયના ઊંડાણમાંથી બહાર આવી વાણી દ્વારા અભિવ્યક્તિ પામે છે. (34) अस्मिन्नपारभववारिनिधौ मुनीश ! मन्ये न मे श्रवणगोचरतां गतोऽसि / आकणिते तु तव गोत्रपवित्रमत्रे किं वा विपद्विषधरी सविधं समेति ? / / 35 હે મુનીશ ! આ સંસારરૂપ અપાર સાગરને વિશે, હું માનું છું તુમ નામ નહિ મુજ શ્રવણમાં આવ્યું હશે; સુણ્યા પછી શુદ્ધ મંત્રરૂપી આપનાં શુભ નામને, આપત્તિરૂપી સપિણ શું સમીપમાં આવી શકે? ૩પ પોતે જે વિપત્તિમાં મૂકાયેલા છે, તેના અનુસંધાનમાં શ્રી આચાર્યજીની વાણી પશ્ચાત્તાપ પ્રકાશે છે કે, “હે મુનીશ! મને લાગે છે કે જેને પાર ન પામી શકાય એવા સંસારસમુદ્રમાં આપ મને કર્ણગોચર થયા નહિ હે, કારણ કે આપના પવિત્ર નામમંત્ર આગળ આપત્તિરૂપી સપિણ આવી જ કેમ શકે ?" આ સ્તોત્રની સાતમી કડીમાં આચાર્યજીએ જણાવ્યું છે. કે પ્રભુની સ્તુતિ કરવાને મહિમા તે ઘણો મોટો છે. એટલું જ નહિ, પણ પ્રભુનું નામસ્મરણ પણ ત્રણે લેકના જીવને સંસારના ભ્રમણમાંથી રક્ષા કરવા સમર્થ છે. પ્રભુની સતત સ્તુતિ કરવાથી અનેકાનેક લાભ જીવને થાય છે, તે ન કરતાં માત્ર પ્રભુનું નામસ્મરણ કરવામાં આવે તે પણ તે જીવને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust