________________ 208 કલ્યાણમંદિર સ્તોત્ર બનતી ગઈ છે. આમ અહીંથી ભક્તનું સાચું ચિત્ર મળવાની સાથે સાથે આચાર્યજીની ભક્તિ તથા દશાને તાગ પણ આપણને મળી રહે છે. જે તેમના રોમેરોમમાં ભક્તિ પ્રસરીને, તેમને ઉલ્લાસિત બનાવી ન રહી હોત તો પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા પ્રગટાવાને ચમત્કાર બન્યા જ ન હતા. વળી જે તેઓ આત્માની ઉચ્ચ અવસ્થાએ વસ્યા ન હોત તો, આવા વિચિત્ર સંજોગોમાં ભક્તિમાં અત્યંત લીન બની શક્યા હોત નહિ. આમ અત્યાર પૂર્વની કડીઓને ભૂમિકા રૂપે અને આ કડીને તેના પરિપાક રૂપે જેવાથી એક સત્યમાગીનું આખ્યાન સ્પષ્ટ થાય છે. આ કડી સુધીમાં પ્રભુને સાચી રીતે ભજવાથી કેવા ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે તે અને ત્રણ કડીઓમાં પ્રભુની અશાતના કરવાથી કેવા દુઃખકારી ફળની પ્રાપ્તિ થાય છે તે આચાર્યજીએ જણાવ્યું છે. અહીં પછીથી આચાર્યજીના ભાવ ન વળાંક લે છે. અને તે અનુસાર વાણી પણ પરિવર્તન પામે છે. પ્રભુને મેરેામ ઉલ્લસિત ભાવે ભજનાર ભક્ત આ અવનિમાં ધન્ય પુરૂષ છે, એમ આચાર્યજી જણાવે છે. અને તેની સાથે સાથે તેમની સ્મૃતિમાં સ્પષ્ટ થાય છે કે આ જીવે આવી ધન્યતા આ પૂર્વે કદી પણ પ્રાપ્ત કરી નથી, અને પરિણામે અસહ્ય દુઃખદ પરિસ્થિતિમાંથી તેમના આત્માને અને અન્ય એવા આત્માઓને પસાર થવું પડયું છે. તે પ્રકારની ભક્તિ પૂવે ન કરવા બદલ તેમના આત્મામાં ઉત્કટ પશ્ચાત્તાપ અને અફસેસ પ્રગટે છે. અને તે પશ્ચાત્તાપ ધીમે ધીમે તીવ્રતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust