________________ કલ્યાણમંદિર સ્તંત્ર 207 કર્યા પછી, મહા સમર્થ પ્રભુની અશાતના કરવાથી, પ્રભુને પરિતાપ ઉપજાવવાથી જીવના કેવા બૂરા હાલ થાય છે તે વિશે ત્રણ કડીઓમાં વિશદતાથી સમજાવ્યું. અને આ બંને પરિસ્થિતિના પડછામાં સાચી ભક્તિ કઈ કહેવાય તે દર્શાવતું સુંદર ચિત્ર આ કડીમાં રજૂ કર્યું છે. આ જાણ્યા પછી, જીવ પિતામાં રહેલી ઉણપ ત્યાગી, સાચી પ્રવૃત્તિ કરવા તત્પર બને. બીજી રીતે વિચારીએ તે જણાય છે કે આચાર્યજી અન્ય ધર્મીઓ વચ્ચે વસતા હતા, અને એ બધા જ પોતાના સંપર્કમાં આવ્યા પછી, સાચું તત્વ પામે એવી ભાવના તેમના હૃદયમાં રમતી હોય તે સ્વાભાવિક છે. આવે વખતે, બનેલા ચમત્કારના અનુસંધાનમાં જે, સાચી ભક્તિ કઈ તેનું યથાર્થ ચિત્ર રજૂ કરવામાં આવે તો ઉપસ્થિત લોકમાં સાચી ભાવના અને સાચી ભક્તિ જાગવાં શક્ય બને. વળી થતી પાર્શ્વનાથ પ્રભુની ભક્તિથી, સાચા ભકતનાં અંગેઅંગ કેવા પુલક્તિ થાય છે તેનું લક્ષ પણ તેત્ર ઉચ્ચારતા આચાર્યજીને જોતાં શ્રોતાઓને આવે, આ પ્રત્યક્ષ ઉદાહરણ તેમને ઘણું અસરકારક નીવડે. આમ વિવિધ દૃષ્ટિથી વિચારતાં આ કડી અનેક જીવોને માટે ખૂબ ઉપકારી જણાય છે. આમ છતાં એક વસ્તુ લક્ષમાં રાખવાની રહે છે. જ્યારે આચાર્યજી આ સ્તોત્ર બોલે છે ત્યારે આ બધી અપેક્ષાઓથી તેઓ વિચાર કરી રચના કરે છે એમ નથી. તેઓ તે ભક્તિમાં એટલા બધા લીન બની ગયા હોય છે કે પ્રભુની આજ્ઞામાં રહી સહજપણે રચના થતી જાય છે, અને તે અન્ય અપેક્ષાઓથી વિભૂષિત બની. સાંગોપાંગ સુંદર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust