________________ 206 કલ્યાણમંદિર સ્તોત્ર પૂજે તે, તે જીવ પર તાત્કાલિક અસર શી થાય! તેણે યથાર્થ પૂજા કરી છે કે નહિ તેનું પારખું કેવી રીતે થાય! એ આપણે ત્રીજી પંક્તિમાં જાણવા મળે છે. વળી ભક્તિના ઉલ્લાસથી રોમાંચવાળે દેહ છે.” ભવ્યાત્મા પ્રભુની સાથે તાદામ્ય સાધી, એકરૂપ બની, અન્ય કાર્યોથી અલિપ્ત બની, પ્રભુના ચરણમાં લીન બને છે ત્યારે તે જીવના મેરેમમાં ભક્તિ પ્રસરી જાય છે અને તેના આત્માને સાચી પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. આ પ્રસન્નતા એટલી મધુર હોય છે કે ભક્તના દેહના મેરમ પ્રફુલ્લિત થઈ રોમાંચ અનુભવે છે. વળી, એ મધુરતામાં લીન બની, પ્રભુનું સમીપપણું અનુભવી અસંખ્ય કર્મોને નાશ કરે છે. પ્રભુની ભક્તિ કરતાં કરતાં એવી લીનતા ભક્તમાં પ્રગટે છે કે તેમાંથી પ્રાપ્ત થતી આત્માની પ્રસન્નતા દેહ સુધી પ્રસરી જાય છે. આ પ્રકારનો અનુભવ જે ભક્તને વારંવાર થાય તે ભક્તજનને આ અવનિમાં ધન્ય છે. આ ઉલ્લાસ પ્રાપ્ત કરવા માટે જીવે ક્યા ક્યા લક્ષણે કેળવવાં જોઈએ અને કેવી રીતે ભક્તિ કરવી જોઈએ તે આપણને આ કડીની પ્રથમની બે પંક્તિઓમાંથી જાણવા મળે છે. જે જો આ પ્રમાણે ઉલૂસિત દેહ અને ઉલ્લસિત આત્માવાળા બની, પ્રભુમાં મગ્ન બનીને રહે છે તે જીવ ખરે જ ધન્ય છે. આચાર્યજીએ રચેલી આ કડી, આ સ્તોત્રમાં યથાસ્થાને મૂકેલી જણાય છે. શરૂઆતમાં પ્રભુના ગુણગાન કરી, પ્રભુ પ્રતિને પ્રેમભાવ શ્રોતામાં ઉત્પન્ન કર્યો. એ વિશેનું પરિપાકપણું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust