________________ કલ્યાણુમંદિર સ્તોત્ર [ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ ] શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ રચિત “કલ્યાણ મંદિર તેત્ર” પણ શ્રી માનતુંગાચાર્ય રચિત “ભક્તામર સ્તોત્ર”ની માફક ખૂબ જ પ્રભાવશાળી છે. જે કઈ આ સ્તોત્રને ભક્તિપૂર્વક નિયમિત પાઠ કરે તે અવશ્ય કલ્યાણને-આત્મકલ્યાણને પ્રાપ્ત કરે, એ મહિમા આ તેત્રને છે. એટલે કે ભક્તિરહસ્યથી ભરપૂર એ મોક્ષમાર્ગ પ્રકાશિત થયા છે. એક નહિ પણ અનેકનું કલ્યાણ કરવાની શક્તિ જ્યાં રહેલી છે એવું મંદિરરૂપ આ સ્તંત્ર છે. એની પવિત્રતા એવી અદ્ભુત છે કે એનું પઠન કરનારના આત્માની પવિત્રતા પણ દિનપ્રતિદિન વધતી જાય છે અને છેવટે તે સ્વાભ પ્રગટાવી અપૂર્વ કલ્યાણને પ્રગટ કરે છે, જેમ મંદિરમાં પ્રવેશી પ્રભુ સમક્ષ જીવ આવે ત્યારે અશુભ વિચારે દબાઈ જાય છે અને મંદિરની પવિત્રતાને કારણે શુભ વિચારે આગંતુકના હૃદયને ભરી દે છે, તેમ શિર્ષકમાંથી ફલિત થતું આ રહસ્ય જેમ જેમ સ્તોત્રને અભ્યાસ કરતા જઈએ છીએ તેમ તેમ વિશેષ ને વિશેષ યથાર્થ તેમ જ અદ્દભુત લાગતું જાય છે. અને નિયમિત રીતે તેનું મનન તથા અધ્યયન કરનાર કલ્યાણકને પામતે જાય છે એવો અનુભવ પણ તેમ કરનારને થતું જાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust