________________ કલ્યાણમંદિર સ્તોત્ર આવા કલ્યાણકારી તેત્રના રચયિતા, રચનાકાળ અને રચના નિમિત્ત વિશે જાણવાની જિજ્ઞાસા સહુ કઈ ભાવિકને થાય તે સ્વાભાવિક છે. પરંતુ આ ત્રણે વિશે નિર્વિવાદ કહી શકાય એવી ચક્કસ માહિતી પ્રાપ્ત થતી નથી. બલકે કર્ણોપકર્ણ મળતી કથાના આધારે મહત્વના ગણાતા એવા ગ્રંથમાં એની લેવાયેલી કેટલીક નોંધ આપણને મળે છે, અને એ જાણીને જ આપણે સંતોષ માનવો પડે તેમ છે. આમ બનવાનાં કેટલાંક કારણે વિચારી શકાય તેમ છે. જૈન મુનિઓ જે કંઈ રચના કરતા તે કરવા પાછળનો હેતુ કીર્તિને નહિ પણ કલ્યાણને રહેતું. તેમની મુખ્ય દષ્ટિ કીતિ પરત્વે ન રહેતી, આથી બીજી બધી વસ્તુઓની ગણતા થતી. એ જ રીતે તેઓ ઐતિહાસિકને બદલે આત્મિક દ્રષ્ટિ સ્વીકારીને ચાલનારાઓ હતા, તેમને ઈતિહાસાદિનું કઈ મહત્ત્વ ન રહેતું, “આ રચનાથી આત્મા જાગૃત થાય છે કેમ તે જ તેમની રચના માટેની ટી રહેતી, તેથી તેઓ પિતાનાં જીવનનાં પ્રસંગે; કાળ, સમય, વગેરે વિશે ગૌણતા રાખતા, અને મોટે ભાગે જણાવવાની ખેવના રાખતા નહિ. તેથી એ વિશે બીજા કોઈએ નેધ લીધી હોય તેના ઉપરથી જ આપણે અનુમાન કરી કંઈક નિર્ણય પર આવવાનું રાખવું પડે, એવી પરિસ્થિતિ લગભગ બધાને. મેટા જૈન આચાર્યોની બાબતમાં થતી આવી છે. આ ઉપરાંત તેમની ભાષા, શબ્દોની પસંદગી, વાક્યરચનાની રીત વગેરે પરથી અમુક અંશે રચનાકાળ નક્કી કરવામાં સહાયરૂપ થાય છે. ભાષા પ્રવાહી છે, અને સમયે સમયે ફરતી રહે છે. આથી કયું સ્વરૂપ કયા કાળે હતું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust