________________ કલ્યાણમંદિર સ્તોત્ર 139 એ રીતે મેરુ પર્વત પણ અડેલ અને સુવર્ણનો બનેલો છે. પ્રભુ એ નવીન મેઘ સમાન છે. વાદળાં પાણીથી ભરપૂર બની, ગાજવીજ કરી અહીં તહીં ફરે છે, અને જે કઈ તેના તરફ પાણીની આશાથી મીટ માંડે તેના પર વરસી તેને તૃપ્ત કરે છે. તેઓ પાણીથી એટલા બધા ભરપૂર છે કે બીજા વાદળાનો દૂરથી જ સંપર્ક થતાં પણ તેઓ ગડગડાટ અને ગર્જના કરે છે, જાણે કહેતાં ન હોય કે, “તૃપ્તિ મેળવવા અમારા તરફ આવો.” આવા મેઘની આતુરતાપૂર્વક રાહ જોનાર મયુર પંખી છે. મોર પક્ષી વર્ષાત્રતુના ખૂબ જ ચાહક હોય છે. એ જ્યારે આકાશમાં પાણીથી ભરેલાં વાદળા દેખે છે ત્યારે તેના દર્શન માત્રથી આનંદિત થઈ “ટે હૂક “મેં હૂક” નાદથી વન– ઉપવનને ઉલ્લાસથી ભરી દે છે. પ્રભુ પણ અનેકને તૃપ્ત કરનારે મેઘ સમાન છે. પ્રભુજીએ કેવળજ્ઞાન–કેવળદર્શન પ્રગટાવી જ્ઞાનભંડાર પિતામાં સમાવ્યું છે. અને એ જ્ઞાનામૃતને લાભ લેવા જે કઈ જીવ ઈચ્છે તેને તે લાભ આપવા પ્રવૃત્ત બન્યા છે. મેઘ જેમ પાણીથી ભરપૂર હોવાથી ગર્જના કરે છે, તેમ પ્રભુજી જ્ઞાનામૃતથી ભરપૂર બની દેશના પ્રકાશે છે. વળી શ્રી પાર્શ્વનાથ પ્રભુ શ્યામવર્ણી હોવાથી મેઘ સમાન લાગ્યા વિના રહે નહિ અને મેઘની આતુરતાપૂર્વક રાહ જોનાર જેમ મયુર છે. તેમાં પ્રભુની દેશનાને ઉત્સુક્તાથી ઈરછના ભઠ્ય જીવો છે. અભવ્યને પ્રભુની દેશનાની કદાપિ અંતરંગથી ઈચ્છા થતી નથી. તેથી તેઓ દેશના સાંભળે નહિ અને સાંભળે તે તેને લાભ પામે નહિ. પણ પામવાથી જેમ જીવ મળે છે. તૃષા છીપે * * * * * : " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust