________________ 140 કલ્યાણમંદિર સ્તોત્ર છે તેમ દેશના સાંભળવાથી ભવ્ય જીવોની જ્ઞાનપિપાસા સંતોષાય છે, અને આત્માને પિતાનું અમૃત પ્રાપ્ત થાય છે. પાણીથી જેમ દેહની તૃષા છીપે છે તેમ જ્ઞાનવાણીથી આત્માની તૃષા છીપે છે. વરસાદનું પાણી ઝીલી તૃપ્ત થનાર જેમ મેર છે, એમ આ જ્ઞાનવાણું ઝીલી તૃપ્ત થનાર ભવ્ય જીવે છે. ભવ્ય જી આ અમૃતવાણીનો લાભ લઈ આત્માની વિશુદ્ધતા પ્રગટાવે છે, અને અંતે શુદ્ધ-બુદ્ધ થાય છે. આથી આત્માને આવી લાભકારી વાણીના દાતા પ્રતિ ભવ્ય જી અત્યંત ઉત્સુક્તાથી જુએ તે સાવ સહજ છે. આ અદ્ભુત વાણી સાંભળી જીવો અત્યંત આનંદિત બને છે, અને હવે પછી શું કહેશે, શું બધશે એવી જિજ્ઞાસાથી–ઉત્સુકતાથી પ્રભુજીને નિરખે છે. મેઘ જ્યારે વરસશે એ રાહમાં મયુરો વાદળ પ્રતિ ઉત્સુકતાથી મીટ માંડે છે, તેમ સમવસરણમાં બેઠેલા જ બેધ માટે પ્રભુ પ્રતિ મીટ માંડે છે. - આમ અહીં સિંહાસનના અતિશય દ્વારા આચાર્યજી પ્રભુનાં બીજાં લક્ષણોને લક્ષ પણ આપણને કરાવે છે. ઉદા. પ્રભુની ગંભીર વાણી, તેમને શ્યામ વર્ણ. પ્રભુની વાણીને અહીં ગંભીર તરીકે ઓળખાવેલ છે. ગંભીર એટલા માટે કે એમાં આછકલાપણું નથી, છીછરાપણું નથી, પણ તેમાં અનુભવનું ઊંડાણ અને રહસ્યને નિચેડ સમાયેલાં છે. આ લક્ષણે પ્રભુની વાણીમાં પૂર્ણ પણે જોવા મળે છે. (23) ऊद्गच्छता सव शितिद्यतिमडलेन लुप्तच्छदम्छविरशोकतरुर्बभूव '. / P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust