________________ 138 કલ્યાણમંદિર સ્તોત્ર ઉત્સુકતાથી જુએ છે. ક્યારે મેહ વરસે અને ક્યારે તેનાં અમૃતબિંદુઓનું અમે પાન કરીએ, એવી ભાવનાને કારણે મયુરેમાં ઉત્સુકતા ફેલાયેલી હોય છે. ભવ્યજનરૂપી મયુરે એવી જ ઉત્સુકતાથી પ્રભુજીને નિરખે છે. ક્યારે બધ પ્રાપ્ત થાય અને ક્યારે તે ગ્રહણ કરી અમે પણ ઉચ્ચ અવસ્થાએ પહોંચીએ એવી ભાવનાને કારણે ભવ્ય જીવે પ્રભુજીને ઉત્સુક્તાથી નિરખે છે. આ મયુરે નવીન મેઘને નિરખે છે એટલે કે નવા ભરેલાં પાણીથી સ્યામ બનેલાં વાદળોને નિરખે છે. ગત વર્ષમાં વરસીને ધોળા રૂ જેવાં બનેલાં વાદળે પ્રતિ તેઓ આશાભરી મીટ માંડતાં નથી. એ જ રીતે ભવ્ય જીવે વર્તમાને ધર્મ સ્થાપનાર શ્રી પ્રભુ કે જેઓએ થોડા કાળ પૂર્વે જ કેવળજ્ઞાન– કેવળદર્શન પ્રગટાવી પૂર્ણતાની સિદ્ધિ કરી છે અને પૂર્વે નિબંધન કરેલા કલ્યાણ કરવાના ભાવને પૂર્ણ કરવાનો આરંભ કર્યો છે, એવા પ્રભુ પ્રત્યે આશાભરી મીટ માંડી છે, અને નહિ કે પૂર્વે તીર્થ પ્રવર્તાવી સર્વ ઘાતી-અઘાતી કર્મોને નાશ કરી સિદ્ધભૂમિમાં પૂર્ણ અલિપ્તતાથી બિરાજમાન થયા છે એવા સર્વજ્ઞ પ્રભુ સમી મીટ માંડી છે. આમ નવીન મેઘ અર્થાત વર્તમાન તીર્થપતિ એ ખૂબ જ સૂચક રીતે સમજવા યેગ્ય છે. .. . . . : : * * આપણે જોયું કે આ સરખામણીમાં સિંહાસનને મેરુ સમાને, પ્રભુને નવીન મેઘ સમાન, દેશનાને મેઘગર્જના સમાન અને ભવ્યજનેને મયુંર સમાન ગ્ય રીતે ગણવેલ છે. સિંહાસન એ સ્થિર વસ્તુ છે, વળી તે સુવર્ણનું બનેલું છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust