________________ કલ્યાણમંદિર સ્તોત્ર 137 માત્ર શ્રી તીર્થકર પ્રભુ માટે જ કરે છે, અન્ય કેઈ માટે આ પ્રકારનાં સિંહાસનની રચના થતી નથી. તેથી આ રત્નજડિત સુવર્ણનું સિંહાસન એ પ્રભુને પ્રાપ્ત થતે દેવકૃત અતિશય છે. આ સિંહાસન પર બિરાજમાન થઈ વીતરાગી પરમાત્મા દેશના આપે છે. રનથી મઢેલા સુવર્ણના સિંહાસન ઉપર બેઠેલા શ્યામવર્ણા શ્રી પાર્શ્વનાથ પ્રભુનું દશ્ય કેવું લાગે? શ્રી આચાર્યજી એ વિશેની પિતાની કલ્પના આપણને ત્રીજી અને ચેથી એ બે પંક્તિઓમાં દર્શાવે છે. સુવર્ણના બનેલા અડોલ મેરુપર્વતના શિખર ઉપર, નવા પાણીથી ભરેલા શ્યામ વાદળો ગર્જતાં હોય, અનેક પ્રકારનાં ગડગડાટ થતાં હોય, અને એ વાદળાં પ્રતિ મેઘપ્રિય મયુરો અત્યંત આતુરતાથી તેના તરફ તાકી રહ્યા હોય તે દશ્યને તાદશ કરીએ તે સુવર્ણના સિંહાસને આરુઢ થયેલા તીર્થકર પ્રભુ અને તેમને ઉપદેશ ગ્રહણ કરતા ભવ્ય જીને આપણને જરૂર લક્ષ થાય. . . . . ભગવાનનું આસન મેરુ પર્વતની જેમ સુવર્ણનું બનેલું હોય છે. મેરુ પર્વત ઉપર પાણીથી ભરેલાં વાદળાંઓ વિધવિધ પ્રકારે ગર્જના કરે છે, તે પ્રમાણે મેઘ સમાન શ્યામવર્ણ પાર્શ્વનાથ પ્રભુ સિંહાસન પર બેસીને દેશના આપે છે. મેઘના ગર્જના અને ગડગડાટમાં વિવિધતા હોય છે તેમ પ્રભુના ઉપદેશમાં અનંત નય અને અપેક્ષાને કારણે ઘણી વિવિધતા. હોય છે. મેરુ પર્વત પરના શ્યામરંગી વાળોને મયુરે અત્યંત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust