________________ 122 કલ્યાણમંદિર સ્તોત્ર સાનિધ્યમાં અથવા તે સમાગમમાં આવે છે તેને બંધન અધેમુખવાળાં થઈ જાય છે.” આ ભાવ વ્યક્ત કરવા માટે આચાર્યજી શ્લેષ અલંકાર યે પંડિત અને પુષ્પનું ઉદહુરણ આપે છે. જેમ પ્રભુના સાનિધ્યમાં–ચરણમાં આવતાં પુષ્પોનાં બંધન અધમુખ થાય છે તેમ પંડિત અગર વિદ્વાન કે જે પ્રભુએ દર્શાવેલા મેક્ષમાર્ગમાં વિચરે છે તેમનાં બંધન–કમબંધન પણ અધોમુખ થઈ જાય છે અર્થાત્ છૂટી જાય છે. નાનકડું પુષ્પ પણ જે પ્રભુનાં ચરણ સેવે છે, તેમની સમીપમાં આવે છે તે તેનું બંધન નીચું જાય છે, તેના ડીંટીયાની શક્તિ કુલને નમાવવા જેટલી રહેતી નથી, પણ કુલ હળવું બની બંધનથી રહિત થાય છે. એટલે કે તેની વિશેષ પ્રસન્નતા પ્રગટ થાય છે. અચેતકુલે અર્થાત્ પુગલ પર પણ પ્રભુને આ અદ્ભુત પ્રભાવ પડતું હોય, કુલ બંધનરહીત થતાં હોય, તે પછી ચેતન પર તેને કેવો અદ્દભૂત પ્રભાવ હવે જોઈએ ! એ પ્રભાવ અહીં કલ્પનાથી સમજવાનું છે. પ્રત્યેક જીવ કર્મના ભારથી લદાયેલા છે, અને પિતાના સત્ય સ્વરૂપથી વંચિત બનેલા છે. પરિણામે અનેક પ્રકારનાં દુખે. તથા કષ્ટો જીવને આ સંસારના પરિભ્રમણમાં ભેગવવાં પડે છે. એવે વખતે કઈક જીવ જે બળવાન બને, સત્યને જાણે અને પ્રભુનાં ચરણનું સેવન કરે તે પ્રભુનાં અદ્ભુત મહિમાને તેને પરિચય થાય છે. જેમ જેમ તે પ્રભુની સમીપમાં આવે છે, તેમ તેમ તેનાં કર્મબંધન શિથિલ થતાં જાય છે, અને તેનું સ્વસ્વરૂપે પ્રગટ થતું જાય છે. પ્રભુની આજ્ઞાએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust