________________ કલ્યાણમંદિર સ્તોત્ર 123 ચાલવાથી જીવ ખોટા રાગદ્વેષથી છૂટી સમભાવમાં આવતા જાય છે. પરિણામે નવીન કને બંધ ન બાંધતાં પૂર્વે નિબંધન કરેલાં કમેની નિર્જરા કરતે જાય છે. એટલે કે પોતાના આત્માના પ્રદેશ પરથી પૂર્વે સંગ્રહેલા કર્મ પરમાણુઓ બેરવતે જાય છે અને આત્માને વધુને વધુ હળ બનાવતે જાય છે. આમ કર્મની થતી અ૯પતાને આચાર્યજી એ રીતે વ્યક્ત કરે છે કે વિદ્વાનનાં બંધન અધમુખ થાય છે. વિદ્વાનને જે જે ગ્રંથીઓ, રાગદ્વેષનાં પરિણામે સંસારમાં જકડી રાખતાં હતાં તે સર્વ પ્રભુના સાનિધ્યમાં નિરાધાર બનતાં છૂટી જાય છે. એટલે કે કર્મોના જોરનું અધઃપતન થાય છે–કર્મો અધમુખ બને છે. આમ એક અતિશયના ઉદાહરણ દ્વારા પ્રભુને વાસ્તવિક મહિમા આચાર્યજીએ આ કડીમાં વ્યક્ત કર્યો છે. સમ્યફદષ્ટિ દેવ પ્રભુને અતિશય બતાવવા માટે, તેમનું ઉચ્ચપણું પ્રગટ કરવા માટે, પ્રભુનું જ્યાં જ્યાં આગમન થવાનું હોય અથવા તે જ્યારે જ્યારે તેમની દેશના છૂટવાની હોય ત્યારે ત્યારે સમવસરણની રચના કરતાં પહેલાં અચિત્ત કુલેની ધરતી પર વૃષ્ટિ કરે છે. પુષ્પવૃષ્ટિની એંધાણીથી સુપાત્ર જીવને પ્રભુના આગમનની અથવા તે દેશના પ્રકાશના સ્થળની જાણ થાય છે. આ રીતે પોતે અવધિજ્ઞાનથી જાણેલી પ્રભુ વિશેની માહિતી સમ્યફદષ્ટિ દેવો પાત્ર જીવોને પૂરી પાડી, તેમના ઉપર ઉપકાર કરે છે. વળી સહુ દેવે પોત પોતાની દશા તથા કક્ષા અનુસાર પુષ્પોની રચના કરી વૃષ્ટિ કરે છે. તેથી જે સ્થળે પુષ્પવૃષ્ટિ થાય છે તે સ્થળ વિવિધરંગી અને અત્યંત સુશોભિત બની રહે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust