________________ કલ્યાણમંદિર સ્તોત્ર રાખવામાં આવે છે ત્યારે બીજી ધાતુઓ તાપમાં બળીનેઓગળીને છૂટી પડી જાય છે અને સુવર્ણ પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાસ્ટ કરે છે. અર્થાત્ સુવર્ણ એક જ બાકી રહી શુદ્ધ સ્વરૂપને પામે છે. એ જ રીતે વિભાવ ભાવ તથા અનંત કર્મોથી લેપાયેલા જીવ સમક્ષ જ્યારે કર્મ બાળવામાં અગ્નિ સમાન શ્રી તીર્થકર પ્રભુ આવે છે ત્યારે તે જીવનાં કર્મો અન્ય ધાતુની માફક બળીને જીવથી છૂટા પડી જાય છે, અને આત્મા પિતાનું શુદ્ધ સ્વરૂપ પ્રગટાવી સુવર્ણ સમાન તેજસ્વી બને છે. આમાં ગુરુ અને પ્રભુની આવશ્યકતા સમજાય છે. કર્મને બાળવામાં સહાયરૂપ એવા પ્રભુ કે ગુરુની હાજરી વિના જીવનું કર્મથી લેપાવાપણું ટળતું નથી એ અહીં અનુભવાય છે. પ્રભુનો મહિમા જ એવો છે કે તેમની હાજરીમાં કર્મને નાશ સહેલાઈથી થાય છે તે યોગ્ય ઉદાહરણથી આચાર્યજીએ આપણને દર્શાવ્યું છે. (15) अन्तः सदैव जिन ! यस्य विभाव्यसे त्व મઃ # તરિ નારાયણે શરીરમ? | एतत्स्वरुपमथ मध्यविवतिनो हि यद्विग्रह प्रशमयन्ति महानुभावाः / / 16 હે જિન! હમેશાં ભવ્યજન જે દેહના અંતર વિશે, ધરતા તમારું ધ્યાન તેને નાશ કરતા કેમ છે? અથવા સ્વભાવ મહાજન મધ્યસ્થને એ સદા, વિગ્રહણ કરી નાશ ને શાંતિ પ્રસારે ઉભયથી. 16 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust