________________ કલ્યાણમંદિર તેત્ર પ્રભુની હાજરીમાં ઘણું વધારે કર્મો બળી જાય છે, તે આપણને પંદરમી કડીમાં સમજાવ્યા પછી, એ ક્રિયાને વિશેષ સ્પષ્ટ કરતાં આચાર્યજી આ કડીમાં કહે છે કે, “હે જિનેશ્વર ! જે ભવ્યજને, દેહની અંદર નિરંતર આપનું ધ્યાન ધરે છે, તે જ દેહને આપ કેમ નાશ કરે છે ? પણ એમાં શંકા જેવું નથી, કેમકે જે મહાત્માઓ મધ્યસ્થપણું ધારણ કરે છે, તેમની રીત જ એવી હોય છે કે તેઓ વિગ્રહનો નાશ કરે છે.” એક વખત દેહ અને આત્માની ભિન્નતાનો અનુભવ, અરિહંત પ્રભુ કે કેવળી પ્રભુના સાનિધ્યમાં કર્યા પછી જીવ કમે કમે એ અનુભવ વધારે રહે છે. અને અમુક દશાએ પહોંચ્યા પછી જીવમાં એવી શક્તિ આવે છે કે પ્રભુનું ઊંડું સ્મરણ કરીને, એના અવલંબનથી તે જીવ ધારે ત્યારે આ ભિન્નતાનો અનુભવ તે કરી શકે છે. પ્રભુનાં ઊંડા સ્મરણનાં પરિપાકરૂપે ભિન્નતાને જે અનુભવ કરી શકાય છે, તે અનુભવની ક્રિયાને ધ્યાન ધર્યું કહેવાય. એટલે કે ધ્યાનમાં જીવ પિતાને ઉપગ દેહમાંથી ખેંચી લઈ આત્મામાં જ કેંદ્રિત કરે છે. અને એટલા સમય માટે આત્મસ્વરૂપમાં લીન રહે છે. આવે અનુભવ તથા અનુભવ કરવાની શક્તિ, માત્ર ભવ્યજીવને જ પ્રાપ્ત થાય છે. અર્થાત્ ભવ્યજીવ અને તેમાંય નિકટભવી જીવ સાચા અર્થમાં ધ્યાનમાં જઈ શકે છે. કારણ કે સાચા ધ્યાનમાં લીન બનનારને પંદરથી વધુ ભવ મુક્ત થવા માટે લાગતાં નથી. જે જીવનાં કર્મમળને સંપૂર્ણ નાશ કેઈને કોઈ કાળે થવાનું છે તે જીવ ભવ્ય છે અને જે જીવનાં કર્મને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust