________________ કલ્યાણમંદિર સ્તોત્ર છે, વાસ્તવિક નહિ, તેથી આચાર્યજી કહે છે કે, “તજી દેહને જ્ઞાનથી.” આ સ્થિતિનું નિર્માણ કેવી રીતે થાય છે, કેવા પ્રકારની પ્રક્રિયા ચાલે છે તે જણાવવા માટે એક ઉદાહરણ આચાર્યજીએ આપ્યું છે. તેઓ કહે છે કે ઘણી ધાતુઓનું મિશ્રણ થઈ ગયું હોય અને છૂટી પડતી ન હોય તે વખતે તેને તપાવવામા આવે ત્યારે તેમાંથી જે સુવર્ણ હોય છે તે તેના જડપણને ત્યાગ કરીને સુવર્ણરૂપ ધારણ કરે છે. એ જ રીતે દેહ અને આત્માને એકરૂપ માનતે જીવ મિશ્ર ધાતુ જે છે, એ જીવ અગ્નિતાપરૂપ પ્રભુના સાનિધ્યમાં રહીને આત્મારૂપ સુવર્ણને છૂટો પાડે છે, અર્થાત્ આત્મા પ્રગટાવે છે. તે અનાદિકાળથી ચારે ગતિમાં રખડતે જીવ “દેહ તે હું” અને અન્ય તે મારાં” આવી ભાવનામાં રાચતાં રાચતાં સંસારસમુદ્રમાં ડૂબકી ખાધા કરે છે. આ અનેક વિભાવોથી ભરેલ તથા આત્માના અનંત ગુણોને ગુમાવી બેઠેલે જીવ મિશ્રધાતુ સમાન છે. અનેક ધાતુઓ એકઠી મળી હોય ત્યારે તેમાં સુવર્ણનું તેજસ્વીપણું જરાય જણાતું નથી, સુવર્ણ પણ અન્ય ધાતુની માફક નિસ્તેજ બની જાય છે. એ જ રીતે અનેક વિભાવે-કર્મોથી ઘેરાયેલા આત્માનું ઓજસ ચાલ્યું જાય છે, તે નિસ્તેજ બની રહે છે. એના સાચા સ્વરૂપને જરા પણ લક્ષ થતું નથી. આ મિશ્ર થઈ ગયેલી ધાતુઓને જ્યારે અમ્રિતાપ સન્મુખ વતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust