________________ કલ્યાણમંદિર સ્તોત્ર અંતવૃત્તિ સ્પર્શાવી તે જીવ નિયમપૂર્વક મોક્ષમાં જવાને, અભવી તીર્થકર પ્રભુના પ્રત્યક્ષ સંપર્કમાં આવ્યું હોય તે પણ આ કાર્ય કરી શકતું નથી. આ સ્થિતિ સ્પષ્ટ કરવા આચાર્યજીએ “ભવિજન” શબ્દ ખૂબ જ ગ્યતાથી મૂકેલે જણાય છે. - આ કડીની બીજી પંક્તિમાં જણાવ્યું છે કે “પામે દશા પરમાત્મની, તજી દેહને પ્રભુ જ્ઞાનથી.” ભવ્ય જીવ જ્યારે - પ્રભુનું શરણું લઈને ધ્યાન કરે છે ત્યારે થોડી ક્ષણ માટે તેને દેહ અને આત્માની ભિન્નતાને અનુભવ થાય છે તે અહીં બતાવ્યું છે. જે પરમાત્મા છે તે સમયે સમય, સતત દેહ અને આત્માની ભિન્નતાને સ્પષ્ટ અનુભવ કરે છે. છઘસ્થ જીવ જે અનુભવ થડા કાળ માટે કરે છે તે અનુભવ પરમાત્મા નિરંતર કરે છે, પણ એ અનુભવ સમાન છે. આથી જ્યારે આ અનુભવ છદ્મસ્થ જીવ કરતે હોય છે ત્યારે થોડા સમય માટે “પરમાત્માની દશાને પ્રાપ્ત કરે છે એમ કહી શકાય. વળી એ અનુભવ વખતની દશા બતાવતાં આચાર્યજી કહે છે “તજી દેહને પ્રભુ જ્ઞાનથી.” જે વખતે આ ભિન્નતાને અનુભવ જીવને થાય છે ત્યારે તેની દેહની આસક્તિ બિલકૂલ છૂટી ગઈ હોય છે. એ વખતે વાસ્તવિક દેહ છૂટતો નથી, પણ દેહાસક્તિમાંથી ઉપગ છૂટી ગયું હોય છે એટલે દેહના અસ્તિત્વનું લક્ષ પણ રહેતું નથી. એટલે કે એ અનુભવ ચાલે છે તેટલા સમય માટે દેહને ત્યાગ હોય છે. આ ત્યાગ ઉપગપૂર્વકનો હોય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust