________________ કલ્યાણમંદિર સ્તોત્ર અનુભવ કરવાને હેય છે ત્યારે જીવે અત્યંત બળ કેળવવું પડે છે અને તે બળ આવા પુરુષની હાજરી વિના પ્રાપ્ત થઈ શકતું નથી. આ અનુભવ અત્યંત અલ્પકાળ માટે હોય છે, તેથી તે ભિન્નતાના અનુભવનું જ્ઞાન શ્રી તીર્થંકર પ્રભુ કે કેવળી પ્રભુ સિવાય કોઈને થઈ શકતું નથી. તેમના સિવાય કેઈને પણ સમય સમયનું જ્ઞાન નથી તેથી કંઈ પણ છદ્મસ્થા જીવ સમય સમયનું જ્ઞાન કરી શકતો નથી. પરંતુ આ અનુભવનું મહામ્ય એવું છે કે એક વખત પણ એ અનુભવ થયા પછી નિયમપૂર્વક એ જીવ કાળે કરીને મોક્ષસુખને અધિકારી બને છે. મોક્ષપ્રાપ્તિમાં કેટલે કાળ નિગમન થાય છે, તે જીવના પુરુષાર્થ પર આધારિત છે. પરંતુ તે નિયમપૂર્વક ભવ્ય જીવ કહેવાય. અભવી જીવ એક સમય માટે પણ દેહ અને આત્માની ભિન્નતા અનુભવી શકતો નથી. અને માત્ર એક સમય માટે થયેલે દેહ તથા આત્માની ભિન્નતાને અનુભવ કમે કમે વધતાં વધતાં પરમાત્મ સ્વરૂપને પ્રગટ કરે છે. અને એ જ મહિમા અહીં વર્ણવ્યું છે. આ જ્ઞાનને લક્ષમાં રાખીએ તે આ કડીની અદ્ભુતતા આપણને સ્પષ્ટ થાય છે. માત્ર ગણતરીના સમયમાં પ્રભુના સાનિધ્યમાં રહીને જીવ પરમાત્મ સ્વરૂપ પ્રગટાવવાની યોગ્યતા કેવી રીતે પ્રાપ્ત કરી લે છે તે આપણને જણાય છે. અંતવૃત્તિ સ્પર્શાવવાનું કાર્ય માત્ર ભવ્ય જીવ જ-જે જીવ મેક્ષમાં જવાની યોગ્યતા ધરાવે છે તે જીવ જ કરી શકે છે. અર્થાત્ જેણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust