________________ છે. આ મહાપુરૂષના બે સંસ્કૃત ચરિત્રો છે અને બે ગુજરાતી પદ્યબંધ રાસો છે. એમ આ ચરિત્ર ચાર પ્રકારે ઉપલબ્ધ છે. 1 શ્રી જયાનંદ કેવળી ચરિત્ર. પદ્યબંધ. કર્તા શ્રી મુનિસુંદરસૂરિ. પંદરમા સૈકામાં. લેક આશરે 7500 - છપાવનાર પંડિત હીરાલાલ હંસરાજ. કિમત રૂા. 10-0-0. 2 શ્રી જયાનંદ કેવળી ચરિત્ર. ગાબંધ. કર્તા શ્રી પદ્મવિજયજી ગણિ. સંવત 1858. શ્લોક 6440 છપાવનાર પંડિત અમૃતલાલ અમરચંદ-પાલીતાણું કિ. 7-00 3 શ્રી જયાનંદ કેવળીને રાસ કર્તા શ્રી પદ્મવિજયજી ગણિ (ગદ્યબોધ ચરિત્રના કર્તા) નવ ઉલ્લાસ (ખંડ) કુલ ઢાળો 202. ગ્રંથાગ્ર. 8511. છપાવનાર શા. ભીમશી માણેક-મુંબઈ. કિસ્મત રૂા. 2-8-0. 4 શ્રી જયાનંદ કેવળી રાસ (છપાયેલ નથી.) કર્તા–વાના કવિએ સં. 1686 પોષ સુદિ 13 બારેજામાં રચ્યો છે. તેના પાંચ ઉલ્લાસ છે. તેમાં આ પદ્યબંધ ચરિત્રના કર્તા શ્રી મુનિસુંદરસૂરીશ્વર તપગચ્છના ચંદ્રકુળમાં શ્રી સેમસુંદર સૂરિની પાટે પ્રતિષ્ઠિત હતા. તેમણે મરકી, ઈતિ એમ પ્રશસ્તિમાં લખેલું છે, પરંતુ આ સૂરીશ્વરનો જન્મ દિવસ, નિવાસસ્થાન માતપિતા વિગેરે સંબંધી ઐતિહાસિક વૃત્તાંત અમારા જાણવામાં આવ્યું નથી, તથા આ સૂરીશ્વરે બીજા કયા કયા ગ્રંથ રચ્યા છે, તે સંબંધી ઉલેખ પણ દૃષ્ટિ માર્ગમાં આવ્યો નથી. તેથી તે બાબત લખતાં વિરમવું પડે છે. - આ શ્રી જયાનંદ નવમા તીર્થકરના વારામાં થયા છે. તે વિજ્યપુર નામના નગરના શ્રી જય નામના રાજાના લધુ ભ્રાતા શ્રી વિજય નામના યુવરાજના પુત્ર હતા. શ્રી જયરાજાને સિંહસાર નામનો કુમાર હતો. તે શ્રી જયાનંદ કુમારથી મોટો હતો. તે બન્ને કુમારે પરસ્પર પ્રીતિવાળા હતાતેથી પરદેશમાં પણ તેઓ સાથે જ રહ્યા હતા. તેમને સાંસારિક પચેંદ્રિય સુખનાં સાધન સમાન હતાં, બલકે સિંહસારને પાટવી કુમાર હોવાથી અધિક હતાં. તેપણ તે જન્મથી મરણ પર્યત દુઃખની ઉત્કૃષ્ટ હદે પોં હતો. | પ્રાંતે શ્રીજયાનંદ દીક્ષા લઈ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી અતીન્દ્રિય (મેલ) સુખ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust