________________ પામ્યા હતા અને સિહસાર નરકાદિકનાં ઘોર દુઃખ પામ્યો હતો. ખરેખર આ બને કુમારો સુખ અને દુઃખની મૂર્તિરૂપ જ હતા. આ રીતે સુખના સમાન સાધન છતાં પ્રકાશ અને અંધકાર જેટલા મોટો તફાવત થવાનું કેઈ અદ્વિતીય કારણ હોવું જોઈએ, અને તે એ છે કે- શ્રીજયાનંદને ઉપર કહી ગયા છીએ તેવો પ્રથમના બે પ્રકારનો સંતોષ હતો, એટલે કે શ્રીજયાનંદ પોતાના પરાક્રમથી સ્ત્રી, રાજ્ય, વિદ્યા, મંત્ર વિગેરે ઉપાર્જન કરી તેનાથી જ સંતોષ માનતા હતા; તથા પોતાના ભાઈને પ્રીતિપૂર્વક આપી પણ દેતા હતા. શ્રી જયાનંદે ઘણા દેવ, દેવીઓ વિગેરેને પોતાના સાહસથી વશ કર્યા હતા, તે સાથે પરવસ્તુની લેશ પણ ઇચ્છા કરી નહોતી, તથા નીતિને જરા પણ ત્યાગ કર્યો ન હતો. જે કે આ સર્વ ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ સાથે વચ્ચે વચ્ચે પૂર્વ જન્મના અશુભ કર્મના ઉદયને લીધે અંધત્વાદિક અનેક પ્રકારનાં દુઃખનાં કારણે પણ શ્રીજયાનંદ પામ્યા હતા, તો પણ તેમણે સંપત્તિને વખતે હર્ષને કે વિપત્તિને વખતે શાકને અગ્રસ્થાન આયું નહોતું; એટલું જ નહિ પણ સંપત્તિ વિપત્તિના કારણરૂપ પરને નહીં ગણતાં માત્ર પોતાના શુભાશુભ પૂર્વ કર્મને જ આગળ કરી-કારણભૂત માની સમભાવે સતેષપૂર્વક તેનો ઉપભોગ કર્યો હતો. વિપત્તિને ભોગવતાં પણ તેમણે મનમાં દુઃખ માન્યું ન હતું. આ શ્રીજયાનંદે પૂર્વ મંત્રીના ભાવમાં શ્રાવક ધર્મનું સંપૂર્ણ આરાધન કર્યું હતું. તેના પરિણામે શ્રીજયાનંદના ભવમાં ચક્રવર્તી જેવું અસાધારણ સુખ ભોગવી છેવટ મુક્તિસુખ પામ્યા છે, અને તેને મોટે ભાઈ સિંહસાર પૂર્વે વસુસાર નામના પુરોહિત હતો, તે મિદષ્ટિ હતો. તેણે મંત્રી ઉપર અત્યંત હેપ કર્યો હતો. તે ઉપરાંત પણ તેણે ઘણું અશુભ કર્મ ઉપાર્જન કર્યા હતાં, તેના પરિણામે સિંહસારના ભાવમાં સુખના સંપૂર્ણ સાધન પ્રાપ્ત થયા છતાં તેમજ તેના નાના ભાઈ શ્રીજયાનંદ તેના પર ભક્તિયુક્ત અને પ્રીતિવાળા હતા છતાં સંતોષને અભાવે તે અનેક દુઃખનું સ્થાન થ, અને અત્યંત લોભને લીધે “અતિ લોભ તે પાપનું મૂળ” એ ન્યાય પ્રમાણે ઘણાં દુષ્ટ કર્મોવડે મોટું પાપ ઉપાર્જન કરી છેવટ નરકાદિક ઘર દુઃખોનું ભાજન થયું. આ સર્વ આ ચરિત્રમાં ખાસ વાંચવા લાયક છે. આ બન્ને ભાઈઓનું અતિ અદ્દભુત શુભાશુભ ચરિત્ર આ ગ્રંથમાં મુખ્ય નાયક તરીકે આપેલું છે. તેનું વિશેષ વર્ણન કરવાથી પ્રસ્તાવના ઘણું મોટી થઈ જાય તેથી માત્ર આ ગ્રંથ જ સાવૅત મનનપૂર્વક વાંચી જવાની દરેક સુજ્ઞ જનને પ્રાથના કરવી ઉચિત ધારી છે, કેમકે તે રીતે વાંચવાથી વાંચક છંદને વ્યાવહારિક અને પારમાર્થિક, નીતિ-અનીતિ, પુણ્ય-પાપ, ધર્મ–અધર્મ વિગેરે સવ વિષે જાણવાની જિજ્ઞાસા પૂર્ણ થાય છે. આ ગ્રંથમાં મુખ્ય નાયકના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust