________________ ચરિતાનુયોગમાં જેમ મહાપુરૂષોનાં સુકૃતોનું વર્ણન આપી તેમનું અનુકરણ કરવા ભવ્ય જીવોને ઉપદેશ આપ્યો છે, તે જ પ્રમાણે દુષ્ટ છનાં દુષ્કતાનું પણ વર્ણન આપી તેવાં કુત્સિત આચરણ આચરવાથી નરકાદિકનાં અસહ્ય દુઃખો પ્રાપ્ત થાય છે, તેથી તેવાં દુષ્કતોથી નિવર્તવા માટે પણ ઉપદેશ આપ્યો છે. તે બન્ને પ્રકારનાં સદ્દભૂત દષ્ટાંતો અને પૂર્વોક્ત અસદ્દભૂત દષ્ટાંત વાંચી સાંભળી તથા મનન કરી કેવળ સુકૃતની અનુમોદના અને દુષ્કતની નિંદા કરવાથી કાંઈ પંડિતાઈ કે બુદ્ધિશાળીતા એકદમ આવી જતી નથી, પરંતુ શક્તિ અનુસાર આત્મવીર્યને ફેલાવ કરી જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે પ્રવર્તન કરવામાં તત્પર થવું એજ ઉચિત છે. “ઘરોપણે વાર્ચિ . " તો સર્વ કોઈને હોઈ શકે છે. " હું જેન છું, મહાવીર સ્વામીનો પ્રરૂપેલે ધર્મ જ સત્ય છે, અહિંસા ધર્મજ સર્વ ધર્મમાં શ્રેષ્ઠ છે” ઇત્યાદિક વચનો ઉત્સાહભેર બોલનારે પિતાના મનમાં જ પ્રથમ વિચારવું જોઈએ કે- “મારું માનવું તથા કહેવું તે સત્ય છે, પણ હું તેમાંનું શું કરું છું ?" આ વિષે ખરા અંતઃકરણથી વિચાર કરે તે તે કાંઈક ધર્મમાર્ગમાં વધારે પ્રવર્તન કરી શકે. . “દેવપૂજા, સામાયિક અને પ્રતિક્રમણાદિક ધર્મ ક્રિયાઓ અવિધિએ યઠા તષ્ઠા કરવાથી શું ફળ છે ? વિધિપૂર્વક કરવાથી જ તે સફળ છે.” ઇત્યાદિક માત્ર વચનની પંડિતાઈથી જ ગતાનુગતિક લેકાથી કરાતી પ્રવૃત્તિ તેનાથી કરી શકાતી નથી, પરંતુ પોતે વિધિપૂર્વક સક્રિયા કરી બતાવી બીજાઓને તે માર્ગે દોરે તોજ તે માર્ગદર્શક બની શકે છે. અન્યથા આવા શુષ્ક ઉપદેશક કરતાં ગતાનુગતિક લકાની યધાતષ્ઠા ધર્મની પ્રવૃત્તિ પણ હજાર દરજજે પ્રશસ્ત કહી શકાય તેમ છે; કેમકે તેઓની તેવી પ્રવૃત્તિ પણ અભ્યાસ દશામાં લેખી શકાશે અને શુષ્ક ઉપદેશકા તો અભ્યાસમાં પણ પ્રવર્તેલા નથી. ધનુર્વિદ્યાદિક કળાઓના અભ્યાસમાં યાતકા પ્રવર્તેલા પણ અનુક્રમે કેટલેક કાળે સિદ્ધકળાવાન થઈ શકે છે અને બીજાઓ કદાપિ સિદ્ધ થઈ શકતા નથી એ વાત નિર્વિવાદ છે. તે જ પ્રમાણે ધર્મકળામાં પણ સમજવું. આ ઉપરથી સિદ્ધ થાય છે કે-જેનશાસ્ત્રોમાં કહેલો ચરિતાનુયોગ સત્ય છે, ધર્મતત્ત્વ પ્રગટ કરવાનું આવ્યભિચારી કારણ છે અને સર્વ ભવ્ય જીવોને સપ્રવૃત્તિમાં જોડી એકાંત હિત કરનાર છે. ઇત્યાદિક વિચાર કરીને પૂર્વના આચાર્યોએ શ્રી તીર્થકરના ઉપદેશાનુસાર ઘણું ઘણું ચરિત્રો રચ્યાં છે. તેમાંનું આ એક શ્રી જયાનંદ કેવળી ચરિત્ર જનસમાજને હિતકર હોવાથી તેનું શુદ્ધ ગુજરાતી ભાષામાં ભાષાંતર કરાવીને પ્રગટ કરવામાં આવ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust