________________ સહેલી છે, પણ તેને યુક્તિથી સંગત કરવી અશકય છે. કારીગર ન હોય તો પણ ઈમારતને પાડી શકે છે, પણ ચણવાનું કામ તે કારીગરજ કરી શકે છે. દોષનું ગ્રહણ સર્વ કઈ કરી શકે છે, પણ ગુણને ગ્રહણ કરનાર વિરલા જ હોય છે. તેમ અભણ માણસ પણ અદ્દભૂત કાર્યને અસત્ય માને છે, પરંતુ તેને યુકિતથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો વિચાર કરી સંગત કરી આપે તે જ પંડિત કહેવાય છે. પિતાની તર્કશક્તિમાં ન આવે તે સર્વ અસત્ય માનવું એ કાઈ પણ પ્રકારનો ન્યાય નથી. કુવાના દેડકાને મહાસાગરના જળનું દર્શન પણ ક્યાંથી થાય ? પૂર્વ કાળે ઉત્તમ સંઘયણ, સર્વ પ્રકારનું પુણ્ય, દેવતાદિકનું સાંનિધ્ય, મંત્ર, તંત્ર, વિદ્યા, સાહસ અને પરાક્રમ વિગેરે ઉત્તમ સામગ્રીને લીધે તે કાળના નરરત્નો અદ્દભૂત કાર્ય કરે તેમાં કાંઈ પણ પંડિતજનને અસંગત લાગતું નથી. વર્તમાનકાળે પણ જે જે અદભુત પદાર્થો મોટર, રેલ્વે, તાર, ફોનોગ્રાફ, વિમાન, જળમાં તરતા બગીચા, નદીની નીચે તથા પર્વતની વચ્ચે રેલ્વેના સરીયામ માર્ગો વિગેરે અદ્દભૂત કાર્યો, રેવેથી જઈ આવી શકાય અને તારથી વાત કરી શકાય તથા યંત્રોથી ઉપરના માળ પર જઈ શકાય એવા વિશાળ અને ઉંચા મકાનો કે જે માત્ર કળા હુન્નરોની જ સહાયતાવાળા મનુષ્ય માત્રના જ રચેલા અદ્દભુત કાર્યો અને મેટા અદ્દભુત અનેક પ્રકારના વૈભવી, મોટી નદીઓ તથા સમુદ્રના બંધન, વણાટ વિગેરેના યંત્રો વિગેરે વિગેરે અનેક આશ્ચર્યો સાક્ષાત્ જોવામાં આવે છે તે સર્વનો કાળને ક્રમે પ્રલય થયા પછી અમુક વર્ષો વીત્યા બાદ તેને ઈતિહાસ વાંચનારાઓ આ સર્વ અદ્ભુત કાર્યો માટે કેવી કલ્પના કરે ? તે આપણે સમજી શકીએ છીએ. આપણે જ આવી અભુત વસ્તુઓની ઉત્પત્તિ સમયે સાક્ષાત જોઈને આવેલાના મુખથી સાંભળીને તેને અસત્ય માનતા હતા. આ સર્વ હકીકત ઉપરથી સિદ્ધ થાય છે કે આપણી બુદ્ધિને પ્રાણ ને હોય તેવી બાબતો પણ આત પુરૂષની કહેલી હોય તે સત્ય માનવામાં એકાંત લાભ જ છે. સ્વર્ગ નરકાદિક અને તેના કારણભૂત પુણ્ય પાપાદિક પણ જે વાસ્તવિક હોય અને એજ તો તેને ન માનનારને એકાંત અહિતકર છે અને માનનારને એકાંત હિતકર છે. જે તે પદાર્થો વાસ્તવિક ન હોય તો માનનાર અને નહીં માનનાર બનેને કાંઈ પણ હિતકર કે અહિતકર નથી. આવી યુક્તિથી વિચાર કરીને પંડિત જન જ્ઞાનીનાં અને તેમની આજ્ઞાનુસાર ઉપદેશ આપનાર આચાર્યાદિકનાં રચેલાં ચરિત્રાદિકને સત્ય જ માને છે, અને તેની માન્યતા જ ઉચિત છે એમ ઉપરની હકીકતથી સિદ્ધ થાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust