________________ , નાશ, છે. સંસારની પ્રવૃત્તિમાં વધતા જતા વૈભવને ઉપભોગ કરવામાં ઈચ્છાને અમુક હદે નિષેધ કરે તે ગૃહસ્થધર્મ હોવાથી ધાર્મિક પ્રવૃત્તિમાં વધારે વધારે આગળ વધી સર્વથા સાંસારિક ઈચ્છાનો નિરોધ કરી છેવટે વાસ્તવિક અને અક્ષય અતિદિય સુખ મેળવે છે. પ્રથમના બે પ્રકારના સંતોષ સંસારનું વાસ્તવિક સુખ આપે છે, પરંતુ તે ક્ષણિક હોવાથી ધીર પુરૂષો તેને પણ મુખ્યતાએ ઇચ્છતા નથી તોપણ દયાળુ જ્ઞાની મુનીંદ્રોએ વાસ્તવિક અતીન્દ્રિય સુખ મેળવવાનાં સાધનો અનેક પ્રકારે સિદ્ધાંતમાં બતાવ્યાં છે. તેમાં ભિન્ન ભિન્ન મતિ અને રુચિવાળા દરેક પ્રાણીઓ ઉપર ઉપકાર કરવાની ઈચ્છાથી જિતેંદ્રોએ ભિન્ન ભિન્ન પ્રકારે ઉપદેશ આપ્યો છે. તેના ગણધરોએ મેટા ચાર વિભાગ પાડ્યા છે. તે વિભાગનાં નામ અનુયોગ (વ્યાખ્યા) કહેવામાં આવે છે. તે ચાર અનુયોગ આ પ્રમાણે છે દ્રવ્યાનુયોગ 1, ગણિતાનુયોગ 2, ચરણકરણનુયોંગ 3 અને કથાનુયોગ.. આમાંને છેલ્લો કથાનુગ જ અહીં ઉપયોગી હોવાથી તેનો કાંઈક વિસ્તરાર્થ કરવો યોગ્ય છે. પ્રથમના ત્રણ અનુયોગ મુશ્કેલીથી જાણી શકાય અને આદરી શકાય તેવા છે; તેથી તેના અધિકારી થોડા ભવ્ય જ હોય છે. પરંતુ કથાનુયોગના અધિકારી દરેક ભવ્ય જીવો હોય છે, કેમકે તેમાં ધર્મનાં તત્ત્વનું રહસ્ય સમજાવવા માટે તીર્થકરાદિક મહાપુરૂષોનાં જીવનચરિત્રો આપેલાં હોય છે. તે સાંભળવાથી તેમણે જે જે શુભ કાર્યનું આચરણ કર્યું હોય છે તેને અનુસારે સર્વ ભવ્ય પિતપોતાની શકિત પ્રમાણે તેનું અનુકરણ કરતાં શીખે છે. તેથી અનુક્રમે છેવટ તેમની જેવા થઈ વાસ્તવિક અક્ષય અતીન્દ્રિય સુખ પ્રાપ્ત કરે છે. આ ચરિતાનુયોગમાં ધર્મતત્ત્વ સમજાવવાના હેતુથી બે પ્રકારના દષ્ટાંતો આપવામાં આવ્યા હોય છે. તેમાં કેટલાક મગશીલીયા પત્થર અને મેઘના સંવાદવાળા અસદ્દભૂત દૃષ્ટાંત આપેલાં હોય છે, અને બીજાં સદ્દભૂત દૃષ્ટાંત આપેલાં હોય છે કે જે આ ચતુર્ગતિરૂપ સંસારમાં સાક્ષાત્ બનેલાં અથવા હવે પછી થવાનાં હોય છે. આ બન્ને પ્રકારનાં દષ્ટાંતો સિદ્ધાંતમાં તે તે સ્થળે તે તે રૂપે સ્પષ્ટ રીતે બતાવવામાં આવેલાં છે; છતાં કેટલાક અધન્ય કે દૂર્ભવી પંડિતમાની જેનો સબૂત ચરિત્રને પણ અસંગત અને અસંભવિત માને છે, તે તેમની દષ્ટિનો વિપર્યાસ જ સૂચવે છે, કારણ કે પૂર્વના નિકટભવી અને અધિક પુણ્યશાળી પુરૂષોનાં એવાં અદ્દભૂત સાત્વિક અને પરાક્રમી કાર્યો વાંચી કે સાંભળી આજકાલના સુધરેલ યુવકે પિતાને પંડિત માનતા હોવાથી–તેવાં ચરિત્રોની સંગતિ કરવા અશક્ત હેવાથી યદ્વાતઠા કુતર્ક કરી તેનું ખંડન કરવા તત્પર થઈ જાય છે અને પિતાના અનુયાયી ભકિક જનને પણ તેવા કુતર્કમાં જોડી શ્રદ્ધાહીન બનાવે છે. કઈ પણ બાબતને કુતર્કથી તોડી પાડવી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust