________________ અને ઉપાધિની કલ્પના કરી પિતાને દુ:ખી માને છે, અધિકારીઓ પરતંત્રતાદિકનું દુઃખ માને છે, પુત્રાદિક કુટુંબવર્ગ ઈચ્છાનુસાર ભોગ નહીં પામવાથી દુઃખી થાય છે, અને પ્રજાઓ પંચંદ્રિય સુખના સાધનરૂપ ધનાદિક છતાં અધિકાધિક પ્રાપ્તિને માટે ભગીરથ પ્રયત્નમાં મચ્યા રહે છે અને પોતાથી ઉત્કૃષ્ટ સાધનવાળાને જોઈ પિતાની હીનતાથી દુઃખી રહે છે અને પરિણામે, મળેલાં સાધનોનો પણ ઉપભોગ કરી શકતા નથી. આ પ્રમાણે સંસારની સ્થિતિ હોવાથી સર્વસંમત સુખ, દુઃખ, પ્રિય, અપ્રિય કોને કહેવાં? તેનો કાંઈપણ નિશ્ચય નહીં થવાથી તે સર્વ ઔપચારિક યા અવાસ્તવિક છે એમ સિદ્ધ થાય છે. તેથી સર્વ પ્રાણુઓને જે સુખ ઈષ્ટ છે તે સુખની ગંધ પણ પૂર્વોકત પ્રકારોમાં નહીં હોવાથી “સર્ચ સંસ્કૃતિર્લેિય, ટુક: પૂનિરંતરમ્ " ( આ સંસારરૂપી ખાડેકુવો આંતરા રહિત દુઃખથી જ પૂર્ણ છે એ વાત સત્ય છે.) આ લેકોત્તર ન્યાય પ્રમાણે સજજનો તેને સુખ માનતા જ નથી. . કદાચ ઈદ્રિયજન્ય સુખને પણ વાસ્તવિક સુખ માનવું હોય તો તેનું સાધન માત્ર એક—“ સંતોષ: પરમં યુવમૂ”સંતોષ જ છે. આ સંતોષનો શબ્દાર્થ અત્યંત સંક્ષિપ્ત અને સ્પષ્ટ છે. એટલે કે સં–સમ્યક્ પ્રકારે, તોષ–પ્રસન્ન થવું તે. આની વ્યાખ્યા અનેક પ્રકારે થઈ શકે છે.-અમુક અમુક પ્રિય વસ્તુની પ્રાપ્તિ થાય તો હું સમ્યફ પ્રકારે પ્રસન્ન થાઉં આ વ્યાખ્યા લોભની વ્યાખ્યામાં જાય છે, અને લેભ સંતેષનો પ્રતિપક્ષી હોવાથી તે ઈષ્ટ નથી. " નિરોધઃ સંતોષ:” માની સર્વથા પ્રકારે ઈચ્છાનો નિરોધ કરવાથી નશીબને જ પૂર્ણ માન અપાય છે અને યત્નને સમૂળ નાશ થાય છે, તે સંસારવિરકત મહાત્માઓને પણ ઈષ્ટ નથી. તેથી “ચવશ્રામં જ સંતોષઃ " એ વ્યાખ્યા સર્વ સજ્જનોને સંમત છે. એટલે કે પોતાના પરાક્રમથી જે વસ્તુની પ્રાપ્તિ થાય, તેનાથી જ સમ્યફ પ્રકારે પ્રસન્ન થવું તે સંતોષ કહેવાય છે, પરવસ્તુની ઈચ્છાનો નિરોધ તે સંતોષ કહેવાય છે 2, અમુક હદ ઉપરાંત જતી ઈચ્છાનો નિષેધ તે સંતોષ કહેવાય છે. 3. આ ત્રણ પ્રકારનો સંતોષ વાસ્તવિક સુખનું કારણ છે. તેમાં પ્રથમના બે પ્રકાર પરંપરાએ અતીંદ્રિય સુખનાં કારણ છે, તે વિષે આગળ સવિસ્તર કહેવાશે. તથા ત્રીજા પ્રકારનો સંતોષ પ્રવૃત્તિ પક્ષમાંથી નિવૃત્તિ પક્ષમાં લઈ જઈ અતીન્દ્રિય સુખનું અનંતર કારણ બને છે. આત્માની જે તૃપ્તિ તે અતીન્દ્રિય સુખથી જ થાય છે. તે સુખ મોક્ષમાં જ 1 પિતાને અલભ્ય વસ્તુની પ્રાપ્તિ માટે જે યત્ન કરવો તે પણ લાભ કહેવાય છે. (જર વ્યહૃાા એમ), P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust