________________ પ્રસ્તાવના. -0--0:- આ સંસારમાં રહેલા નાના મોટા, જ્ઞાની અજ્ઞાની, ધનિક અધનિક, શકિતમાન અશકિતમાન વિગેરે સર્વ જીવ સુખને જ ઈચ્છે છે; કોઈપણ જીવ દુઃખને ચાહતો નથી. સુખના બે વિભાગ થઈ શકે છે–ઈદ્રિયસુખ અને અતી કિયસુખ. તેમાં પાંચ ઇન્દ્રિયો અને મનની જે તૃપ્તિ તે ઇન્દ્રિયસુખ અને આત્માની જે તૃપ્તિ તે અતીન્દ્રિય સુખ કહેવાય છે. શ્રેત્રાદિક ઇંદ્રિયોને મનોવાંછિત (મનોહર ) શબ્દાદિક વિષયોનો સંગ થવાથી પ્રાણી પિતાને સુખ પ્રાપ્ત થયું માને છે અને અનિષ્ટ શબ્દાદિકનો સંયોગ થવાથી દુઃખની પ્રાપ્તિ માને છે. આ સુખ દુ:ખ આભિમાનિક એટલે ઔપચારિક છે, પણ વાસ્તવિક નથી; કારણ કે એક જ જીવને અમુક સમયે જે શબ્દાદિક પ્રિય લાગે છે, તેજ જીવને બીજે સમયે તેજ શબ્દાદિક અપ્રિય લાગે છે. ભુખ્યા માણસને નાટ્યાદિક પદાર્થો સુખ આપતા નથી. બાલ્યવયની ક્રીડા યુવાવસ્થામાં અને યુવાવસ્થાની ક્રિીડા વૃદ્ધાવ- - સ્થામાં અપ્રિય લાગે છે; નીરંગ અવસ્થામાં પ્રિય લાગતાં પદાર્થો સરોગ અવસ્થામાં દુઃખકારક ભાસે છે, ટુંકમાં કહીએ તો નિત્ય કે અનિત્ય અને શુભ કે અશુભ કઈ પણ ઈચ્છિત કાર્યમાં તન્મયપણે પ્રવર્તેલાને અન્ય સર્વ કાર્યો અને પ્રીતિ ઉપજાવે છે. જૂદા જૂદા જીવોની અપેક્ષાએ કહીએ તો શૂરવીર જનોને શંગારાદિક રસ અપ્રિય લાગે છે, વેપારી જનોને યુદ્ધમાં ઉતરવું અનુચિત લાગે છે, સરસ્વતીના ભકતો લક્ષ્મીને તુચ્છ ગણે છે, ધનુર્વિદ્યાદિક કળાના રસિયાઓ વિદ્વાનોને વેદીઆ ઢેર માને છે, જુગારી અને વેશ્યાલંપટાદિક અન્યાયી જનો કળાવાનની સન્મુખ પણ જોતા નથી, રાજનીતિના હિમાયતીઓ અન્યાયીને સખત શિક્ષા આપે છે અને ધીર પુરૂષો દંડનીતિને માન આપતા નથી. આ રીતે “મું મુંડે મતિર્મિન્ના” એ ન્યાયને અનુસાર જેમ દરેક જીવની દેહાકૃતિ ભિન્નભિન્ન છે તેમ દરેક જીવની મતિ પણ ભિન્નભિન્ન છે, તેથી કોઈપણ વસ્તુ કે વિષય એકાંત પ્રિય કે અપ્રિય છે જ નહિ, તો પછી સુખ દુઃખના કારણ કને કહેવા ? આ પ્રમાણે પોતાના માનેલા ઇષ્ટ અનિષ્ટને આશ્રી સુખ દુઃખની વ્યાખ્યા કરી. બીજી તરફ જોઈએ તો જેમ ઉપર કહ્યા પ્રમાણે દરેક જીવ પોતાનું આભિમાનિક સુખ કપે છે તેમ દરેક જીવ પિતાનું અભિમાનિક દુઃખ પણ કલ્પ છે. રાજાઓ પ્રભુત્વ શકિતવાળા અને અમુક અમુક સુખના સાધનયુક્ત છતાં શત્રુ : રાજાઓ, અધિકારીઓ, પુત્રાદિક કુટુંબવર્ગ અને પ્રજા વિગેરે તરફથી ભય ' . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust