________________ તીય સ.. (1) એકદા તે ચકાયુધ રાજાએ લીલા ઘાસના વનવાળા કઈ પર્વત ઉપર તપ અને ધ્યાનવડે તે દેવે આપેલી વિદ્યા સાધવાનો આરંભ કર્યો. તે સમયે લંકા નગરીને રાજા શતકંઠે પિતાની પ્રિયાઓ સહિત મેરૂપર્વત પર રહેલા જિનેશ્વરેને વાંદી પાછો વળી લંકા તરફ જતો હતો, તે આકાશમાગે ત્યાંથી નીકળે, તે વખતે વિદ્યા સાધતા ચકાયુધ રાજાને તે સાતમે દિવસ હતો. તેના મસ્તક પર થઈને જતાં તે શતકંઠ વિદ્યાધર રાજાનું વિમાન સ્કૂલના પામ્યું. એટલે તરતજ નીચે જોઈ ચકાયુધને ધ્યાનમાં રહેલ જાણ ક્રોધથી અંધ થયેલ તે શતકંઠ વિદ્યાવડે સને વિકુવી તે વડે તેને વૃક્ષની સાથે બાંધી પોતાની નગરીએ ચાલ્યો ગયો. આ રીતે બાંધ્યા છતાં પણ ધ્યાનમાં નિશ્ચળ રહેલા તે વિદ્યાધરપતિને તેજ વખતે સર્પોને નાશ પમાડી દેદીપ્યમાન કાંતિવાળી તે વિદ્યા સિદ્ધ થઈ અને બોલી કે-“હે વત્સ! તારા સત્ત્વવડે હું પ્રસન્ન થઈ છું, મારા પ્રસાદથી તું જગતનો જય મેળવ, અને જ્યારે કાંઈ કાર્ય પડે ત્યારે તું મારું સ્મરણ કરજે,” એમ કહી તે વિદ્યા અદશ્ય થઈ. તે વિદ્યાધરના રાજા ચકાયુધે પ્રજ્ઞપ્તિ વિદ્યાવડે લંકેશ્વરનું તે ચેષ્ઠિત જાણી લીધું. પછી વિદ્યા સિદ્ધ થવાથી ખુશી થયેલા અને વૃદ્ધ સ્ત્રીઓએ જેનું માંગલિક કર્યું છે એવા તે રાજાએ પોતાના નગરમાં પ્રવેશ કર્યો. એકદા તે ચક્રાયુધ રાજાને તેના બે વિદ્યાધર સેવકોએ કહ્યું કે-“હે સ્વામી અયોધ્યાના રાજાને આઠ કન્યાઓ છે. તેના જેવી બીજી કોઈ પણ કન્યા મનહર નથી, સાત દ્વીપમાં ઉત્પન્ન થયેલી સ્ત્રીઓના અને સર્વ અપ્સરાઓના રૂપનો સાર લઈને જગતક્તએ આ કન્યાઓ બનાવી હોય એમ જણાય છે. સર્વ સ્ત્રીઓને વિષે ઉત્તમ એવી તે કન્યાઓને સર્વ પુરૂષોમાં ઉત્તમ એવા તમે જ લાયક છે, તેથી તેમનું પાણિગ્રહણ તમે કરે. કારણ કે સો પાંખડીવાળા કમળો જિનેશ્વરદેવને જ યોગ્ય હોય છે.” આ પ્રમાણે તેમનાં વચન સાંભળી પ્રથમથી જ દિયાત્રા કરવા માટે અત્યંત ઉત્સુક થયેલા તે ચકી મેટ સેના સહિત અયોધ્યા પુરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust