________________ (60), જયાનંદ કેવળી ચરિત્ર. એકદા તે નગરના ઉદ્યાનમાં ભુવનાનંદનામના જ્ઞાની ગુર ચારણમુનિ પરિવાર સહિત પધાર્યા. તે વખતે વિદ્યાધરના સમૂહ સહિત અને પુત્રાદિક પરિવાર સહિત સહસ્ત્રાયુધ રાજાએ સવે સંમૃદ્ધિવડે આવી તે ગુરૂને નમી ધર્મદેશના સાંભળી. લઘુકમી હોવાથી પ્રતિબંધ પામેલા રાજાએ ચકાયુધ કુમારને રાજ્યપર સ્થાપન કરી તેજ ગુરૂની પાસે વિધિપ્રમાણે દીક્ષા ગ્રહણ કરી. ચકાયુધ રાજા પણ સમ્યકત્વાદિકને અંગીકાર કરી ગુરૂને તથા પિતા વિગેરે મહેર્ષિઓને નમી પિતાને સ્થાનકે આવ્યો, બીજા પણ અનેક મનુષ્ય પોતપોતાની શક્તિ પ્રમાણે ઘણે પ્રકારે ધર્મ અંગીકાર કરી પોતપિતાને સ્થાનકે ગયા, ગુરૂએ પણ અન્યત્ર વિહાર કર્યો. ગુરૂની સાથે વિચરતા સહસાયુધ રાજર્ષિ ગ્રહણ અને આસેવના એ બે પ્રકારની શિક્ષાને અભ્યાસ કરી, સંવેગરસના સમુદ્રરૂપ થઈ, બાર અંગ અને ચિદ પૂર્વને અભ્યાસ કરી, વિવિધ તપમાં રક્ત થઈ અનુક્રમે ગુરૂનું સ્થાન પામ્યા. " આવા ગુણને તેવું સ્થાન પામવું તેમાં શું આશ્ચર્ય ? " - હવે મહા ભુજદંડના પરાક્રમવાળે ચકાયુધ રાજા વિદ્યાદેવીથી પ્રાપ્ત થયેલા ચકવડે સાર્થક નામવાળે થયે. તે રાજાએ વિદ્યાવડે બીજા પણ કત્રિમ રત્નો બનાવી સર્વ રાજાઓને જીતી પોતાનું વિદ્યાધરના ચક્રવતીપણું પ્રસિદ્ધ કર્યું. એકદા તે રાજાએ પોતાની પ્રિયાઓ સહિત નંદીશ્વર દ્વીપ ઉપર જઈ ત્યાં રહેલા જિનબિંબની પૂજા કરી, અને પછી ભક્તિથી અરિહંતની પાસે સારી રીતે અત્યંત મનહર નૃત્ય કર્યું. તે વખતે તેની પ્રિયા વિચિત્ર પ્રકારના વાજિંત્રને સભ્યપ્રકારે વગાડવા લાગી તથા જિનેશ્વરનાં ગીત ગાવા લાગી, તેથી તે નૃત્યની શોભા વૃદ્ધિ પામી. આવી નૃત્યવિધિને જોઈ ત્યાં આવેલો કોઈ દેવ તેના પર પ્રસન્ન થયો, તેથી અરિહંતની ભક્તિના વશથી તેણે તેને કામિત કરી વિદ્યા આપી. ચકી સાધન અને વિધિ સહિત તે વિદ્યાને વિનયથી ગ્રહણ કરી જિનેશ્વરને તથા તે દેવને નમી પ્રિયાઓ સહિત પિતાના નગરમાં આવ્યું. 1 વાંછિતને કરનારી. કામિયથી ગ્રહણ કરીમાં આવ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust