________________ (2) જયાનંદ કેવળી ચરિત્ર. તરફ ચાલ્યા. અનુક્રમે અયોધ્યાના ઉદ્યાનમાં તે આવ્યા, ત્યાં ત્રાસથી વ્યાપ્ત થયેલી નગરીને જોઈતેણે અયોધ્યાના પતિ શ્રીચંદ્રને દૂત દ્વારા આ પ્રમાણે કહેવરાવ્યું કે–“ આઠ કન્યાઓ સહિત દંડ આપ, અથવા યુદ્ધ કરવા શીઘ આવે. કારણ કે ન્યાયમાર્ગમાં રહેલા રાજાઓ છળથી પ્રહાર કરતા નથી.” તે સાંભળી જેણે પરાક્રમ વડે દિશાના સમુહને વશ કર્યો છે એ તે અભિમાની રાજા કન્યાદાન તો દૂર રહે, પરંતુ દંડ આપવાને પણ ઈચ્છતો ન હોવાથી મેટું સૈન્ય લઈને યુદ્ધ કરવા નીકળે. બન્ને સન્ય વચ્ચે યમરાજના ઉત્સવ સમાન ભયંકર સંગ્રામ થયે. વીર પુરૂષોમાં રત્ન સમાન શ્રીચંદ્ર રાજાએ વિદ્યાધર રાજાનું સૈન્ય ભાંગી નાંખ્યું. ત્યારે તે જોઈને અત્યંત ક્રોધ પામેલે ચકી તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેમાં ચક્રીએ શ્રીચંદ્ર રાજાનું ધનુષ, બખ્તર અને માથાનો ટોપ વિગેરે ભાંગી નાંખી તેને અત્યંત વ્યાકુળ કરી નાખ્યો. ત્યારે તેણે પૂર્વે આરાધેલા દેવનું સ્મરણ કર્યું. તરતજ તે દેવ આવ્યા તેને શ્રી ચંદ્રે કહ્યું કે–“વિદ્યાધરેંદ્રને બાંધીને મને આપ.” દેવે કહ્યુંબતે ચકી અધિક ભાગ્યવાન છે તેથી તેને પરાભવ હું કરી શકું તેમ નથી. માટે બીજું કાંઈ કામ હોય તો કહો.” રાજાએ કહ્યું-“તો મને ગુરૂની પાસે મૂક. હું દીક્ષા ગ્રહણ કરૂં, કે જેથી આ ભવ અને પરભવમાં પણ હું બીજાથી થયેલા પરાભવને જોઉં નહીં.”(જેવાને વખત આવે નહીં) ત્યારે તે દેવે પિતાની શક્તિથી ચક્કીનાં શસ્ત્રોનું સ્તંભન કરી શ્રીચંદ્ર રાજાને ઉપાડી તે નગરના ઉદ્યાનમાં રહેલા ગુરૂ પાસે મૂક્યું. પ્રથમથી જ સંવેગ પામેલો રાજા ગુરૂની વાણુથી વિશેષ સંવેગ પાયે, તેથી તે જ ભવમાં સિદ્ધ થનારા તે ધીર રાજાએ સર્વ સંગને ત્યાગ કરી તેજ વખતે દીક્ષા ગ્રહણ કરી. અહીં ચક્રીએ પોતાના શસ્ત્ર સ્કૂલના પામવાથી તથા તે શ્રીચંદ્ર રાજાને પોતાની સન્મુખ રહેલે નહીં જેવાથી વિસ્મય પામી તેનું સ્વરૂપ જાણવાની ઈચ્છાથી વિદ્યાધર સેવકોને મોકલ્યા. તેઓએ જઈ આવીને તેનું સત્ય સ્વરૂપ કહ્યું, એટલે વિસ્મય પામી સન્ય સહિત ચક્રીએ ઉદ્યાનમાં જઈ ગુરૂને અને તે રાજર્ષિને વંદના કરી. P.P. Ac. Gunratnasuri M.S. Jur Gun Aaradhak Trust