________________ જયાનંદ કેવળી ચરિત્ર. ત્યાગરૂપ પ્રતિમા 8, પ્રેષ્ય ( ચાકરને કામ બતાવવા) ના ત્યાગરૂપ પ્રતિમા 9, ઉદિષ્ટ (પિતાને ઉદ્દેશીને બનાવેલા) ના ત્યાગરૂપ પ્રતિમા 10 અને શ્રમણભૂત એટલે સાધુ જેવા થવું તેરૂપ પ્રતિમા. 11." આ પ્રમાણે પ્રતિમા વહી, ઘણે તપ કરી, સમયે પોતાના આયુષ્યને અંત જાણી, શુદ્ધ આરાધના અને અનશન ગ્રહણ કર સાવધાન ચિત્તવાળા અને પરમેષ્ટી મંત્રને વિષે નિશ્ચળ ધ્યાનવાળા તે રાજા અને મંત્રી અને આ મનુષ્ય શરીરનો ત્યાગ કરી મહાશુક્ર નામના સાતમા દેવલોકમાં ઇંદ્રના સામાનિક દેવપણે ઉત્પન્ન થયા, તેજ પ્રમાણે મંત્રીની બન્ને પ્રિયાએ પણ સારી રીતે સેવન કરેલા ધર્મની પ્રભાવથી તેજ દેવલોકમાં તેજ મંત્રીદેવના મિત્રદેવપણે ઉત્પન્ન થઈ. તે વખતે જય જય એવા શબ્દવડે વાચાળ એવા સેવકદેવોએ તથા અપ્સરાઓએ જેમના ગુણની સ્તુતિ કરી છે એવા તે ચારે દેવે પ્રથમ નવા જન્મના કૃત્ય વિધિ પ્રમાણે કરી જે સુખ ભોગવવા લાગ્યા તે સુખ વાણીમાં ન આવી શકે અર્થાતુ વાણી દ્વારા કહી ન શકાય તેવાં હતાં. શુદ્ધ સમક્તિને ધારણ કરનાર તે ચારે દેવો નંદીશ્વરાદિક તીને વિષે પવિત્ર યાત્રાઓ કરવા લાગ્યા અને તીર્થંકર પાસે જઈ ધર્મનું શ્રવણ કરવા લાગ્યા. અમિત સુખમાં લીન થયેલા તેમના અસંખ્ય કોટિ વર્ષો ક્ષણાદિકની જેમ વ્યતીત થતા હતા, તેને તેઓ જાણતા પણ નહતા. પૂર્વ ભવમાં મુનિદાનાદિક પુણ્યકાર્યને વિષે હૃદયની શ્રદ્ધા વિશેષ હોવાથી તે મંત્રીને જીવ કાંઈક અધિક દેવસુખ ભેગવતો હતો. અહીં વસુસાર નામના પુરોહિતને રાજાએ કાઢી મૂક્યો, ત્યારે તે ઘણું દેશમાં ભખે. પરંતુ કોઈ પણ ઠેકાણે તે સ્થાનને પાપે નહીં. દુષ્ટ ચેષ્ટાવાળે તે બ્રાહ્મણ દુષ્ટ વાસનાવડે મુગ્ધજનોને વાસિત કરી આર્ત અને રૈદ્ર ધ્યાનવડે મૃત્યુ પામી પહેલી નરકે ગયો. ત્યાં તેણે પૂર્વના કર્મને લીધે વિવિધ પ્રકારનાં ક્ષેત્રથી ઉત્પન્ન થયેલાં, પરમાધાર્દિકે કરેલાં અને પરસ્પરનાં કરેલાં દુ:ખ સહન કર્યા. પછી તે નરકમાંથી નીકળી તિર્યંચને વિષે અસંખ્ય ભવ ભમી, કોઈ ઠેકાણે નિર્ધન, દુઃખી અને દુર્ભાગી બ્રાહ્મણ થયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust