________________ દ્વિતીય સ. કહ્યા છતાં પણ રાજા અને મંત્રી ત્યાંથી નીકળ્યા નહીં, ત્યારે પોષધવાળા અને પિષધ વિનાના બીજા સર્વે ત્યાંથી શીધ્રપણે નીકળી ગયા. ત્યારપછી મનુષ્યના ભયયુક્ત શબ્દ સહિત ચોતરફ પ્રસરેલા અગ્નિને જોઈ મરણને નિશ્ચય કરી રાજ તથા મંત્રી જેટલામાં અનશન કરવા તૈયાર થયા તેટલામાં તે ત્યાં કોઈ પણ ઠેકાણે તેઓએ અગ્નિને જે નહીં, માણસોથી ઉત્પન્ન થયેલો કોલાહલ સાંભળવામાં આવ્યું નહીં અને પરિવારાદિક સર્વ જન સ્વસ્થપણે રહેલા જોવામાં આવ્યા. આમ જેવાથી “આપણને ક્ષેભ પમાડવા માટે કોઈ પણ દેવે આ સર્વ દેખાડયું જણાય છે.” એમ ધારી આશ્ચર્ય પામેલા તે બને ક્ષણવાર વિચાર કરતા હતા તેટલામાં કઈક દેવે તેમના પર પુષ્પની વૃષ્ટિ કરી, ચોતરફ દિશાઓને પ્રકાશિત કરી, તથા તે બન્નેને પ્રણામ કરી કહ્યું કે–“આજે સૌધર્મ દેવલોકના ઈંદ્ર પોતાની મોટી સભામાં પિતાનાજ મુખથી નિશ્ચળ વ્રતવાળા તમારી પૌષધ વ્રતની દઢતા સંબંધી પ્રશંસા કરી. તે પર વિશ્વાસ નહીં આવવાથી મેં અહીં આવી તમારી પરીક્ષા કરી છે. તે પરીક્ષામાં તમે દઢપણે પસાર થયા છે. તેથી તમને બન્નેને નમસ્કાર હો.” આ પ્રમાણે કહી તે દેવ દુંદુભિનો શબ્દ કરી અને રત્ન તથા સુવર્ણાદિકની વૃષ્ટિવડે વિશ્વના જનોને આશ્ચર્ય પમાડી, તે બન્નેને પ્રણામ કરી પિતાને સ્થાને ગયો. ત્યારપછી પ્રાત:કાળે યોગ્ય અવસરે કાર્યોત્સર્ગ અને પિષધને પારી લોકસમૂહના મુખથી ધર્મના માહાભ્યની પ્રશંસા સાંભળતા તે બન્ને રાજા અને મંત્રીએ મુનિને દાન આપી પાપનું નિવારણ કરનાર પારણું કર્યું. ત્યારપછી કેટલેક વખતે તેમણે શ્રાવકની અગ્યાર પ્રતિમાઓ વહન કરી. તે પ્રતિમાઓ આ પ્રમાણે છે - " सण 1 वय 2 सामाइय 3 पोसह 4 पडिमा 5 अबंभ 6 सञ्चित्ते / आरंभ 8 पेस 9 उद्दिट्ठवजए 10 समणभूए अ 11 // " " દર્શન પ્રતિમા 1, વ્રત પ્રતિમા 2, સામાયિક પ્રતિમા 3, પૈષધ પ્રતિમા 4, પ્રતિમા (કાયોત્સર્ગ) પ્રતિમા પ, અબ્રહ્મના ત્યાગરૂપ પ્રતિમા 6, સચિત્તના ત્યાગરૂપ પ્રતિમા 7, આરંભના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust