________________ જયાનંદ કેવળી ચરિત્ર નમસ્કાર કરી પોતપોતાને સ્થાનકે ગયા. ગુરૂની વાણીવડે થયું છે જાતિસ્મરણ જેને એવી મંત્રીની બને પ્રિયાએ પણ અત્યંત સંવેગને પામી ગુરૂને નમી પિતાને સ્થાનકે ગઈ. અનુક્રમે રાજાને તથા મંત્રીને ઘણા પુત્રો થયા. તેઓ અનુકમે કળા, વન અને રૂપને પામી અનેક કન્યાઓને પરણ્યા. એકદા સંસારપર વૈરાગ્ય થવાથી રાજાએ તથા મંત્રીએ રાજ્ય તથા મંત્રીના વ્યાપારને ભાર પિતપિતાના મોટા પુત્ર ઉપર સ્થાપન કર્યો. પછી રાજા અને મંત્રી બ્રહ્મચર્ય અંગીકાર કરી સચિત્તને ત્યાગ કરી પ્રાયે આરંભથી પણ વિરતિ પામ્યા. નિરંતર દેવ ગુરૂની સેવામાં સાવધાન મનવાળા અને તેવાજ ઉત્તમ પરિવારવાળા તે બને સ્વાધ્યાય ધ્યાનમાં તત્પર થઈ સમય નિર્ગમન કરવા લાગ્યા. અન્યદા રાજા અને મંત્રી અને પરિવાર સહિત પિષધશાળામાં પિષધ અંગીકાર કરી રાત્રે કાયોત્સર્ગે રહ્યા હતા, તેવામાં ત્યાં અગ્નિ ઉત્પન્ન થયો, પ્રચંડ પવનથી પ્રેરાયેલે તે અગ્નિ ચોતરફથી ઘરને બાળવા લાગ્યા અને નગરના લેકે હાહાર કરવા લાગ્યા. સુભટોએ ધૂળ અને જળ વિગેરે વડે ઘણી રીતે બુઝાવવા માંડ્યો તો પણ વૃદ્ધિ પામતે તે અગ્નિ પિષધશાળા સુધી આવતો સર્વ લોકોએ જોયો. તે વખતે રાજાનો પરિવાર કેટલેક પૈષધમાં રહેલે હતો અને કેટલાક પષધમાં નહતો તે સર્વે ભયબ્રાંત મનવાળા અને પ્રાણુના સંશયવાળા થઈ કહેવા લાગ્યા કે–“હે સ્વામી! આ અગ્નિ પિષધશાળાની તરફ ફરી વળ્યું છે, માટે અહીંથી એકદમ મંત્રી સહિત આપ નીકળી જાઓ.” આવાં વચન સાંભળીને તથા અગ્નિને જોઈને પણ રાજા અને મંત્રી વિચારવા લાગ્યા કે-“અમે અત્યારે કાર્યોત્સર્ગ અંગીકાર કર્યો છે, તેને ભંગ કેમ કરાય? મૃત્યુ થાઓ અથવા જીવિત રહે પરંતુ અત્યારે રાત્રિએ ચાલી નીકળવાથી પિષધનું ખંડન થાય તે કરવું યેગ્ય નથી. કારણ કે જીવિત કરતાં ધર્મ અધિક છે. સર્વ કાળે પ્રાણ મળવા સુલભ છે, પરંતુ શુદ્ધ ધર્મ મળ એ મહા દુર્લભ છે. તેથી જે ધર્મ મેક્ષનું સુખ આપનાર છે, તે પ્રાણને નાશ થાય તો પણ રક્ષણ કરવા લાયક છે.” આવા વિચારથા લેકેએ ઘણું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust